________________ 216 સસરે કેમ પીગળી ગયે? કહો, વહુએ બતાવ્યું કે મનને ઉપયોગ ધર્મસાધનામાંથી બીજે લઈ જતાં લાખ રૂપિયાની ધર્મ સાધનાથી પુણ્ય–કમાઈ ખેર તુચ્છ જડની ચિંતામાં પડવાનું ને પાપકમાઈ કરવાનું થાય છે. જે ચિંતામાં આર્થિક પણ કાંઈ બહુ ખાટી જવાતું નથી.” ઇન્દ્રિયનિગ્રહથી જડની માયા પોષાતી અટકે : આ હિસાબ પર શાસ્ત્રકાર અહીં કહે છે કે “તુચ્છ જડ વસ્તુમાં તાણી જનાર ઈદ્રિયે છે.” પેલા શ્રાવકે જેડા પર નજર ઠેરાવી, તે મન આકુળ-વ્યાકુળ થયું. એના બદલે જે ચક્ષુ પર નિગ્રહ મૂકી દીધો હત, આંખને જ્યાં ત્યાં ફેરવવાનું ન રાખ્યું હોત, કદાચ ને જે આંખ બહારમાં ગઈ, તે તરત પાછી ખેંચી લીધી હોત, તો સામાયિકમાં ચાલુ સક્ઝાય–દયાનમાં સ્થિરતા રાખી શક્યા હોત. વળી સામાયિકના પચ્ચક્ખાણમાં પણ, એટલે કે પાપવ્યાપારના ત્યાગમાં ય સ્થિર રહ્યા હતા તે એને ભાંગે ના લગાડત. ધર્મમાં મને કેમ સ્થિર રહે? - વાત આ છે, કોઈ પણ ધર્મસાધનામાં લાગે, તે પહેલાં મનને નક્કી કરી લે કે “હવે મારે મનવચન-કાયા–ઇંદ્રિયે બધું જ આ ધર્મ સાધનામાં જ જોડવાનું, જોડેલું રાખવાનું બહારના વિષયમાં ઈદ્રિયે લઈ જવી હરામ. બહારમાં લાખ રૂપિયાની ચીજ જોવાની આવે કે એ બોલ બલાતે