________________ 214 શેઠ મેચીવાડે : દ્રવ્યકિયા - પિલા શ્રાવકની વાત આવે છે ને? કે શ્રાવકને આગળ દુકાન, પાછળ ઘર હતું. શ્રાવક સામાયિકમાં બેઠે છે, અને દુકાન પર કઈ ઘરાક આવી પૂછે છે, “શેઠ ક્યાં ગયા?” એટલે છોકરાની વહુ શેઠ તરફ નજર નાખીને કહે છે શેઠ મેચીવાડે ગયા છે.” ઘરાક તો એ સાંભળીને ચાલી ગયે, પણ સસરે શ્રાવક ખીજાયે કે “આ વહુ કેવું જુઠું બેલે છે? હમણાં સામાન્ય યિકમાંથી ઊઠીને એની ખબર લઉં છું.” સામાયિક પૂરું થયું, શ્રાવક ઊઠીને વહને કહે “કેમ વહ ભા! પેલા ઘરાકને આવું ધરાર જુઠું બોલ્યા ? હું તો ઘરમાં જ હતા? કે મેચીવાડે ગયે હતા ?" - વહ કહે “બાપુજી! માફ કરજે, તમે કાયાથી તે ઘરમાં હતા, પણ મનથી મેચીવાડે ગયા હતા.” સસરે કહે “એ શી રીતે કહો છે?” વહુને તોપદેશ : “તમારું મન જોઈને કહ્યું. તમારી નજર ફાટેલા જેડા પર હતી, એટલે મને લાગ્યું કે, તમારા સ્વભાવ મુજબ ગડમથલમાં હશે કે “આને મેચીવાડે સંધાવવા લઈ જઈશ, પણ માળા મેચી સાંધવાના બેના બદલે ચાર પૈસા માગશે. તે કાંઈ નહિ, એક મચી પર આપણે થોડું જ મુંડાવ્યું છે? બીજા મચી પાસે લઈ જઈશ.” કહે, બાપુ ! આ ખરી વાત? આ ગડમથલ વખતે તમે ઘરમાં હતા? કે મોચીવાડે? પછી મેં શું ખોટું કહ્યું ?"