________________ 221 સાધુ ત્રિકરણે રક્ષણહાર: આવે સાધુ ત્રિવિધ “તાયી” સ્વપરને રક્ષણહાર બને છે, ત્રિવિધે–ત્રિકરણે અર્થાત મન–વચન-કાયાથી સ્વાત્માનેરક્ષણહાર બને. સ્વનું રક્ષણ આ, - કે ક્યાંય પિતાના મૂલગુણે - મહાવ્રતને, અને ઉત્તર ગુણે પિંડ વિશુદ્ધિ-સમિતિ-ગુપ્તિ આદિને જરાય ત્રિકરણે ભંગ અર્થાતુ-અતિચાર ન લાગવા દે. પરનું રક્ષણ આ, - કે ષટૂકાયજીને પિતાના તરફથી મન-વચન કાયાથી સહેજ પણ દુભામણ ન થવા દે; એટલે. કોઈના ય દિલને આઘાત થાય એવું કરવાનું ન વિચારે તેમ આઘાત લાગે એ અપ્રિય-કર્કશ શબ્દ પણ ન બોલે યાવત્ પિતાના બેલથી જે કઈ જીવની હિંસા થાય કે દભામણ થાય એવું હોય, તે એવા બેલ પણ ન બેલે. મેતારજ મુનિએ કૌંચ જવની રક્ષા ખાતર સનીને ન કહ્યું કે “તારા જવલા આ જીવ ચણી ગયું છે.” સાધુએ એક આ. રીતે પરના રક્ષણે ઉદ્યત રહેવાનું છે. આ દ્રવ્યથી રક્ષા. એમ સાધુ પર ગમે તેવી આફત હોય છતાં પિતાના નિમિત્ત બીજાને કષાય થાય એવું પણ સાધુ ન કરે, ન બોલે, ન ચાલે. આમાં સામે જીવ કષાયથી બ, એ. તે જીવની ભાવથી રક્ષા થઈ. તાત્પર્ય, સાધુ તે પરની રક્ષા દ્રવ્યથી પણ કરે, અને ભાવથી. પણ કરે. (1) દ્રવ્યરક્ષામાં એના શરીર વગેરેને દુભામણ ન કરે (2) ભાવરક્ષામાં એને પોતે પાપસેવન યા કષાયાદિનું નિમિત્ત ન આપે.