________________ 213. શાને ફૂટે? એમ અસ્થિર મન સાથે સાધના બંધાય જ નહિ, મન એમાં ભળે જ નહિ, પછી એનું ઉત્તમ ફળ શાનું આવે? માટે અહીં કહ્યું - “સુસ્થિત” યાને સારી રીતે સ્થિર થઈને સાધના કરે. - સાધનામાં આ જે સ્થિર થવાનું, તે ઈંદ્ર પર પાકે નિગ્રહ કરીને જ થવાય. નહિતર એક બાજુ તે સાધના ચાલતી હોય, અને બીજી બાજુ આંખ બીજુ જ કાંઈ જોવામાં પડી જાય, કે કાન કશું સાંભળવામાં જાય, તે મન પણ એની સાથે જ જવાનું. મન વિના તે આંખકાન કાંઈ ચાહીને જતા નથી. ત્યારે મન એ આંખ—કાનના વિષયમાં ગયું એટલે ધર્મ– સાધનમાંથી મન ઊંચકાઈ જ ગયું, મનને ઉપગ ત્યાં બહારમાં ગયે, સાધનામાં ન રહ્યો અને મનના ઉપયોગ વિનાની કિયા ભાવકિયા નહિ, પણ માત્ર દ્રવ્યકિયા થાય. “ઉપગે ધર્મ " આ સૂત્ર કહે છે, ધર્મસાધનામાં મનને ઉપયોગ હોય તે જ એ ધર્મરૂપ છે, નહિતર. ઉપયોગ વિનાની એ સાધના શબ્દથી કહેવાય ધર્મની, છતાં એ ભાવથી ધર્મરૂપ નથી. કેવી દશા કે “ઘમી જવ મન વિના ઘર્મસાધના કરે છે, છતાં ધર્મ નથી કરતો.” કેમકે ઉપગે ધર્મ. કેવી દુર્દશા કે ધર્મ–કમાઈ કરવાને સોનેરી અવસર મનના લક્ષવિના ગુમાવે છે!