________________ નમસ્કારમાં લાગી જાય, મનને એમ થાય કે, “પ્રભુ! ક્યાં તમે? અને ક્યાં હું? તમે કેટલા બધા પરમ - ઉચ્ચ ! અને હું કેવેક અધમાધમ!” હવે વિચારી જોવા જેવું છે કે, આટલી “વીરાયનિત્ય નમ:” જેવી સાદી સ્તુતિ સાધનામાં પણ આપણે શું મન-વચન-કાયા આ ત્રિકરણ લગાડીએ છીએ ખરા? કે ખાલી વચનમાત્ર જ ? લેગસીમાં ત્રિકરણ : આખો લેગસ સૂત્ર બોલી ગયા, એમાં “અજિએ ચ વંદે, “ચંદષ્પહં વંદે, “સંતિં ચ વંદામિ,” “વંદે મુણિસુવર્યા, અને “વંદામિ રિવ્રુનેમિં” એમ પાંચ ઠેકાણે વંદનનું ત્યા ખરા, પણ એકેય વંદનામાં કાયાથી માથું નમ્યાનું યાદ છે ? યા મનમાં નમસ્કાર ભાવ આવ્યાને ખ્યાલ છે? ના, અથવા “લોગસ્સ'માં વસે ભગવાનના નામ બોલ્યા, પણ એકેક નામ પર લક્ષ ગયું? અથવા એક પણ ભગવાન નજર સામે આવ્યા? હે, ચોવીસમાંથી 1-2 પણ નજર સામે ન આવ્યા? કેમ આમ? ધર્મકિયા–ધર્મગ ત્રિકરણથી સાધવા તરફ લક્ષ જ નથી! એની પરવા જ નથી! બ્રહ્મચર્યમાં ત્રિકરણ : એમ, બ્રહ્મચર્ય ભલે તિથિએ પાળ્યું, પરંતુ ત્યાં ત્રિકરણ લગાડીને પાળવાને ખ્યાલ ખરો? એવું પળાતું હોય તે એ દિવસે વાણીથી પત્નીને એમ બોલાય ખરું કે “તું મને બહુ ગમે છે!” અથવા “ફલાણાને કન્યા રૂપાળી મળી, આવું બોલાય? ના, પણ કેમ બોલાય છે ? કહો ત્રિકરણથી બ્રહ્મચર્ય પાળવાને ખ્યાલ જ નથી.