________________ 209 છે. દા. ત. પર્વતિથિ આઠમ ચૌદશ આવી તે ય એમાં થડે પણ ત્યાગ તપ નથી કરે, રજની જેમ છૂટા મેઢે ખાવું પીવું છે, અને “અમારા હૈયામાં ભાવ સારા છે, અમારે તે મેક્ષને જ આશય છે,” એવા સવાસલા કરવા છે, તે ચિત્તમાં સમાધિ નહિ રહે. પૂર્વ પુરો ગાંડા નહતા કે એમણે એકલા આવા કેરા શુષ્ક ભાવથી ન ચલાવ્યું, પણ ભરચક ત્યાગ-તપ, સામાયિક-પ્રતિકમણપિષધ, જિનભક્તિ–સાધુભક્તિ શાસ્ત્ર-સ્વાધ્યાય, રેજની સાધર્મિક ભક્તિ....વગેરે વગેરે ધર્મપ્રવૃત્તિ-ધર્મઆચારેધર્મસાધનાઓ ભરપૂર કરવાની રાખેલી. કેમ આટલી બધી ધર્મ પ્રવૃત્તિ? ને કેમ માત્ર કેરા ભાવ નહિ? સમજતા. હતા કે, ચિત્તની સમાધિ ભરપૂર આશ્રવ-ત્યાગ અને સંવરસાધક ધર્મપ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવાથી જ સાધી શકાય, સમાધિનું અવ્વલ કારણ ધર્મસાધનાઓ છે. માટે અહીં આ ધર્મસાધનાઓને જ સમાધિનું સચોટ કારણ હોવાથી સમાધિરૂપ કહી. આ “સમાધિ” અર્થાત્ સમાધિપ્રેરક ધર્મ સાધનાઓમાં સ્થિત રહીને અર્થાત્ સારી રીતે એટલે કે, વિષયમાં ઇદ્રિને ન જવા દેતાં, ઇન્દ્રિયો પર પાકે નિગ્રહ રાખીને, સાધનામાં સ્થિર રહેવાનું. એમ મિથ્યા દષ્ટિના કઈ મત-મંતવ્ય અને અનુષ્ઠાનમાં મન લઈ ગયા વિના જિક્ત ધર્મસાધનામાં સ્થિર રહેવાનું.