________________ 208 એ “ધર્મ સાધનામાં પરોવાયેલા રહેવાનું કહે છે. “બુદ્ધસ્સ આણાએ ઈમં સમાહિ” આ સમાધિ એટલે કે, પૂર્વે ગોશાળક–બૌદ્ધભિક્ષુ-બ્રાહ્મણ તથા હસ્તિતાપ સાથે વાદ કરતાં આદ્રકુમાર મહષિએ જે શુદ્ધ અને સૂક્ષમ અહિંસામય. માર્ગ વિજયવંતે બતાવ્યું, એ ધર્મન્સમાધિ યાને સમાધિકારક ધર્મ પ્રભુના આગમ શાસ્ત્રોએ કહ્યો છે? . હવે કહે છે - અર્થાત્ આ સમાધિમાં યાને સમાધિકારક ધર્મમાં સૂચ્ચિા ”—સારી રીતે–સ્થિર બનીને, તે પણ “તિવિહેણ” અર્થાત્ મનવચન-કાયાથી સ્થિર બનીને, “તાઈ " અર્થાત ત્રાયી–રક્ષણહાર બનવાનું. શું કહ્યું? ધર્મ સાધનામાં સ્થિર બનવાનું, ધર્મ–પ્રવૃત્તિ ખૂબ ખૂબ કરવાની. બે જાતની ધર્મપ્રવૃત્તિ (1) એક ધર્મ પ્રવૃત્તિ આશ્રવ–ત્યાગરૂપે પાપપ્રવૃત્તિઓ ઓછી કરવાની, ને વ્રત–નિયમ–અભિગ્રહ આદર્યા કરવાના તથા (2) બીજી ધર્મપ્રવૃત્તિ જિનભક્તિ-સાધુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે વગેરેની આરાધના એ ધર્મપ્રવૃત્તિ. સંસારની મોહમાયાની પ્રવૃત્તિ ઓછી કરી, બને તેટલી વધુ ને વધુ ધર્મપ્રવૃત્તિ કર્યા કરે, એ ભગવાનના શાસ્ત્રોનું કહેવું છે. એ કરવાને બદલે પાપપ્રવૃત્તિઓ સાંસારિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવું છે, અને “મોક્ષના આશય સિવાય ધર્મ થાય જ નહિ” એમ રટયા કરી મનમાં કેરા ભાવ ભાવવા