________________ 206 (2) સહેજે આવી પડેલા નિમિત્તોને મહત્વ જ ન આપીએ. ચાહીને કે સહેજે નિમિત્ત આવાં મળે, દા. ત. (1) ચાહીને બજાર જેવા જઈએ, ઈષ્ટ મિષ્ટ જમવા બેસીએ, વાતે-કુથલી-તડાકા કરવા બેઠા, રેડિયે ગીત ચાલું કર્યું, - આ બધું ચાહીને પાપ-નિમિત્ત સેવવાનું કહેવાય. ત્યાં રાગ-દ્વેષ ઊડ્યા જ કરવાના. (2) રસ્તે જીવરક્ષાર્થે નીચું જોઈ ચાલતાં સામે હોર્ન વાગ્યું ને ઝટ આંખ ઊંચી થઈ, એમાં સામેથી આવતી પરસ્ત્રી પર નજર પડી ગઈ, - તે આ સહેજે નિમિત્ત આવી ઊભું કહેવાય. ત્યાં એને મહત્ત્વ જ ન આપીએ, “એ કેણ છે? કેવી છે?” એવી કશી જિજ્ઞાસા જ ન ઊઠવા દઈએ. જાણે સામે આવી જ નથી, એમ કરી દષ્ટિ તરત ખેંચી લઈ આગળ ચાલીએ, તો એના અંગે કશે રાગ “કે” ષ ન ' ઊઠે કે “આ રૂપાળી છે, યા કુબડી છે...” વગેરે.. (3) એમ શાંતિથી ઘરમાં બેઠા હતા અને કેઈ હરિનો - લાલ આવીને સીધી કુથલી-નકામી વાત ચલાવવા માંડે, ત્યાં નિમિત્ત સામેથી આવી પડયું કહેવાય. ત્યાં પણ એને મહતવ જ ન આપતાં, મનમાં (1) ગણતરીબંધ નવકાર શરૂ કરી દઈએ; અથવા (2) એને કેઈ ધર્મની વાતમાં'કઈ પૂર્વના મહાપુરુષની વાતમાં જોડી દઈએ, યા (3) કહી દઈએ “હમણાં જરાક કામ છે, પછી મળજે.” એક યા બીજી રીતે એની વાતોને મહત્ત્વ ન આપતાં એ ટાળીએ, તે એ વાતે-કુથલીથી ઊભા થનાર રાગદ્વેષથી બચીએ, ને ચિત્તને સમાધિ રહે, ચિત્ત શાંત સ્વસ્થ રહે.