________________ 204 માટે કહો, ચિત્તની શાંતિ–સ્વસ્થતા માટે આ બંને જોડકાં બાધક છે. ચિત્તની શાંતિ-સ્વસ્થતા જોઈએ છે? તો રાગ યા દ્વેષ અથવા હરખ યા ખેદને મનમાં ઊઠવા જ ન દેતા. એ માટે રાગ-દ્વેષના ને હરખ-ખેદના નિમિત્તોથી બચવું જોઈએ. પૂછે - - પ્રવ - પરંતુ જગતની વચ્ચે બેઠા એટલે નિમિત્તે શે ટાળી શકાય? ઉ - નિમિત્તોથી બચવાનું બે રીતે બને, - (1) એવા રાગ દ્વેષ ને હરખ ખેદ કરાવનારા નિમિત્તોને સંપર્ક ચાહીને નહિ કરવાના અને આપણે પોતે તો જે નિમિત્તોના સંપર્ક ચાહીને કરવા ન જઈએ પરંતુ એમજ નિમિત્ત–સંગ આવી પડે, તે શું કરવું ? (2) સહેજે આવી પડેલા નિમિત્તને લેશ પણ મહત્ત્વ નહિ આપવું. જીવનમાં જોઈશું તે દેખાશે કે આ બંને કર્તવ્યમાં આપણી ઘણી ઉપેક્ષા છે, બેપરવાઈ છે. એટલે જ આપણે રાગ દ્વેષાદિ ખરાબીઓ હૈયામાં ઊઠે એવા નિમિત્તે ચાહીને સંગ કરીએ છીએ; અને કદાચ ચાહીને સંગ કરવા ન ગયા ત્યાં પણ જો એવા રાગ-દ્વેષના પ્રેરક નિમિત્ત આવી ઊભા, તો એને મહત્ત્વ આપીએ છીએ. તે આ રીતે કે, દા. ત. ગમે તેવું ગટર–કલાસ પણ જોવાનું સાંભળવાનું આવ્યું, તે ત્યાં ઝટ મનને થાય છે કે “જોઈ લે ને? સાંભળી લે ને?” એમ એમાં માથું ઘાલીએ છીએ. પછી રાગ દ્વેષ