________________ 205 ઊઠે એમાં શી નવાઈ ? જે મહત્ત્વ જ ન આપીએ તો. એમાં શું કામ માથું ઘાલીએ? “અવધુ સદા મગન મેં રહેના”– એમ કરી, એ ન–જેવું, ન–સાંભળવું જ કરીએ.. પણ કેમ જાણે આપણે આ રાગદ્વેષાદિને આપણા નિર્મળ. ઉચ્ચ આત્માની ખરાબી જ માનતા નથી ! અને એના ફળમાં ભાવી દુઓ અને દુર્બુદ્ધિઓને કેમ જાણે ભય જ નથી! તે જ્યાં ને ત્યાં જે આવ્યું એમાં આપણે માથું ઘાલવા જોઈએ છે. પણ જે એને મહત્ત્વ જ ન આપીએ, ને એટલે જ વિચાર કરીએ કે " જગતમાં તો ઘણું બધું છે, કેટલામાં મન ઘાલતો બેસીશ? જે સામે જ ન આવ્યું હોત તો કયાં. એમાં મન ઘાલવાનો હતો ? બહાર ઘણું ય પડયું છે, ત્યાં. ક્યાં મન કે આંખ કાન લઈ જાઉં છું? તાત્પર્ય, “જગતના પદાર્થોનાં કારણે મારે રાગદ્વેષમાં, કૂટાવું નથી,” આટલો વિચાર રાખીએ, તે એ એને મહત્ત્વ. ન આપ્યું ગણાય; એટલે પછી એમાં મન ન લઈ જવાય. આંખ કાન ન લઈ જવાય. આંખ-કાન કદાચ એમાં ગયા. તે ન ગયા કરી “નરો વા કુંજરે વા” કરી એની સાથે. લેણ દેણ જ નહિ એવી ઉપેક્ષા કરાય, ને એના કેઈ રાગ–દ્વેષમાં ન પડીએ. વાત એ છે કે, ચિત્તની સમાધિ સ્વસ્થતા જાળવવી. હોય તો (1) ચાહીને એનાં નિમિત્તથી આઘાં રહીએ, તેમજ