________________ 203 સૂયગડાંગ. સૂત્રની આ અંતિમ ગાથાને ભાવ એ છે કે સમાધિ એટલે? :વીતરાગ સર્વજ્ઞ ત્રિલેકનાથ શ્રી મહાવીર પરમાત્માએ આ પંચાશવત્યાગરૂપ અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપવીર્ય એ પંચાચારની આરાધના રૂપ ધર્મ કહ્યો છે. આ ધર્મ એટલે “સમાધિ . આ ધર્મને અહીં સમાધિ” શબ્દથી ઓળખાવ્ય; કેમકે, સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા; એ ચિત્ત રાગદ્વેષ-રહિત અને હર્ષ ખેદ રહિત બને તો જ સ્વસ્થ બને. આ સ્વસ્થતા–સમાધિનું મહાન સાધન ધર્મ છે; માટે ધર્મ એ જ સમાધિ. બાકી રાગ અને દ્વેષ તથા હર્ષ અને ખેદ, એ બે જેડકાં તો એવાં છે કે, ચિત્તમાં એ ઊઠયા કે ચિત્તને વિહવળ અસ્વસ્થ કરે છે. એ જડમાંથી ચિત્તને અસમાધિ થાય. દા. ત. હમણાં વીતરાગ અરિહંત પ્રભુનાં દર્શન સ્મરણ કે ગુણગાનમાં ચિત્ત જેડીને શાંત–સ્વસ્થ બનાવ્યું હોય, ત્યાં જે ભજનને રાગ ઊભો થયો કે “ચાલો જમવાનો સમય થશે.” તો તરત ચિત્ત અસ્વસ્થ બને છે. શાંતિથી પ્રભુના નામની માળા ગણતા હોઈએ એમાં જે વચમાં “પેલો મેટેથી અવાજ કેણ કરે છે?” એમ શ્રેષ ઊભે થયે, તો શાંતિ પલાયન ! ત્યાં અશાંતિ–અસ્વસ્થતા ઊભી થાય છે. એમ, મનમાં જે કંઈ પૈસા–પરિવાર સારા મળ્યાને હરખ ઊભે થયે, યા રેગ બિમારી મનમાં આવીને ખેદ. ઊભે થે, તે ય ચિત્તની શાંતિ લુપ્ત! સ્વસ્થતા ઊડી. જાય છે.