________________ [37] મહર્ષિને પ્રભુવીરની હિતશિક્ષા આદ્રકુમાર અને પરિવાર વીર પ્રભુ પાસે - હવે આદ્રકુમાર મહષિ, રાજા શ્રેણિક અને અભયકુમાર મોટા પરિવાર સાથે આગળ વધી ત્રિભુવનગુરુ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પાસે જઈ પહોંચે છે. આદ્રકુમાર મહર્ષિ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે, અને પ્રભુને વંદના કરી હિતશિક્ષા માગે છે. ત્યાં પેલા 500 બુદ્ધ તાપસે વંદન કરી પ્રભુ આગળ વિનંતિ કરે છે, ભગવંત! અમને સાધુધર્મ આપ!” પ્રભુ એમને દીક્ષા આપે છે. અત્રે પ્રભુ આદ્રકુમાર મહર્ષિને હિતશિક્ષા આપતાં કહે છે - મહર્ષિને પ્રભુની હિતશિક્ષા : “તમારે શુદ્ધ ચારિત્રનું પાલન કરવું; કેમકે શુદ્ધ ચારિત્ર વિના આત્માને મોક્ષ થતો નથી, આત્માને જન્મ જરા મૃત્યુના ફાંસલામાંથી કાયમી છૂટકારો મળી શકતો નથી. એમ તે જીવે સાધુવેશ અને તીવાર લીધે, પણ સમ્યગ્દર્શનવાળું વિશુદ્ધ ચારિત્ર ન પાળ્યું તેથી સંસારથી છૂટકારો મળે નહિ. એ તે શુદ્ધ ચારિત્રધર્મ પાળવાથી જ મળે. ધર્મ એજ પરમ બાંધવ છે; ધર્મથી જ સ્વર્ગ અને અપવર્ગનાં (મક્ષનાં) સુખ મળે છે.” ચારિત્રનું પાત્ર નથી, આ શકો