________________ શ્રેણિક રાજા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા ! મહર્ષિને ધન્યવાદ આપે છે, એમના આત્મપરાક્રમ અને ઉચ્ચ સાધનાના અભિનંદન કરે છે. અભયકુમાર દીક્ષા માગે છે : અહીં અભયકુમાર પિતા શ્રેણિકને કહે છે, “જુઓ, મહારાજા ! અમે બંનેએ પરસ્પર ભેટ મોકલીને મિત્રતા બાંધી હતી, તે હવે જ્યારે મારી ભેટથી એમણે ચારિત્ર લીધું, તો મિત્રતાની રૂએ મારે પણ એમની જેમ ચારિત્ર લેવું જ જોઈએ. હું દીક્ષા ન લઉં તે મારી મિત્રતા પિકળ ગણાય; માટે મને કૃપા કરી ચારિત્ર લેવાની રજા આપો.” કેવા આ ભદ્રક અને ન્યાયપથ પર ચાલનારા મહાન જીવ! ખાલી ભેટ-મૈત્રી કરી છે, પરંતુ દિલની સરળતા એવી કે “મૈત્રી કરી તો કરી જાણવી, મિત્ર ચારિત્ર લે છે તે પોતે ચારિત્ર લેવું જ જોઈએ. એમાં જ સાચી મૈત્રી સાચે નેહ.” આ સરળ-ભદ્રક હૃદયની માન્યતા હતી એટલે અભયકુમાર ચારિત્ર માટે તૈયાર થઈ જાય છે! ભવના ફેરા ટૂંકા કરવા હેય એને જ આ સરળતા ને સાચી મિત્રતા સૂઝે. બાકી હજી અપાર ભામાં ભટકવું હોય એને, આ ન સૂઝે. એ તો મૈત્રી કરે તો સ્વાર્થની માયા માટે! પણ મિત્રના સ્નેહ ખાતર ભેગ આપવાની વાત નહિ. અભયકુમાર તે ચરમ-શરીરી જીવ છે, મહાન ઉત્તમ આત્મા છે, તે ઝટ પિતા પાસે ચારિત્રની મંજૂરી માગે છે.