________________ શાળાએથી આવ્ય, ચકિત થઈ પૂછે છે “મા! મા ! આ શું કરે છે?” એ કહે “બચ્ચા ! તારા બાપુ આપણને મૂકી ઘર છોડી જઈને દીક્ષા લેવાના છે, તેથી પછી તારું મારું જીવન નભાવવા આ કરવું પડશે ને?” એ વખતે હું નજીકમાં આડે પડેલું હતું, તે બાળકે મારા પગે સૂતરના તાંતણા વીંટવા માંડ્યા, અને એની માતાને કાલી ભાષામાં કહે - “મારા બાપુ એમ શેના ઘર છોડીને જાય? તો તો હું મરી જ જાઉં. હું નહિ જવા દઉં. જે હું એમને આમ બાંધી રાખીશ. પછી શી રીતે જવાના હતા?” ત્યાં મને ઉત્કટ વૈરાગ્ય છતાં, ને મહા કિંમતી માનવભવ મેહમાયાની વેઠમાં સરાસર વેડફાઈ જતા જેવા છતાં, બાળકના અને એની માતાને અથાગ સ્નેહને પરવશ થઈ મને થયું “હજી તે હું ઘરમાં છું, માત્ર મારી ઘર છોડવાની વાત પર પણ આ બંને આટલા દુઃખી થાય છે, તે મારા નીકળી ગયા પછી તે કેટલા બધા દુઃખી થાય?” તેથી મેં કહ્યું “દુખી ન થશે, આ પગે કાચા સૂતરના જેટલા આંટા વીંટાયા છે, તેટલા વરસ ઘરમાં રહીશ.” કહીને આંટા ગણ્યા, બાર થયા. મેં કહ્યું ફિકર ન કરે. બાર વરસ ઘરમાં રહીશ. પછી દીક્ષા લઈશ.” આમ હે મગધાધિપ! અંતરમાં વૈરાગ્યનો પ્રકાશ જાગ્રત છતાં આ પત્ની-પુત્રના સ્નેહના કાચા સૂતરના તાર તેડવા માટે મુશ્કેલ પડ્યા! તાર તેડીને કહી ન શક્યો કે