________________ ર00 શ્રેણિકને મેહ : ત્યાં રાજા શ્રેણિક કહે છે, “હે વત્સ અભય ! આ તું શું વાત કરે ? તારા પર તો મારે બીજા બધા પર નહિ એ એટલે બધે ભારે પ્રેમ છે, કે તું જે મને છોડીને જાય તો મારું હૃદય જ બંધ પડી જાય ! પછી તારે દીક્ષા લઈને પિતૃહત્યા લેવી હોય તો તું જાણે. બાકી મારાથી હમણાં તને દીક્ષાની મંજૂરી નહિ આપી શકાય.’ પ્રવ- અહીં અભયકુમારે શું કરવું ? એમ તો આજે પણ વૈરાગી પુત્રને કેઈક માબાપ કહેનારા હોય છે કે તું દીક્ષા લઈશ તો અમે મરી જઈશું, પરંતુ ખરેખર તો પુત્રની દીક્ષા પછી લાંબું જીવતા રહ્યા હોય છે ! એટલે અમે મરી જઈશું” એ કહેવાનું જેમ પોકળ, તેમ અહીં શું અભયકુમારે પિતૃવચન પિોકળ સમજવાનું કે નહિ!” ઉ– ના, અભયકુમારે અત્યાર સુધી પિતાને પોતાની ઉપર જે સ્નેહ જે છે, એ કઈ અલૌકિક નેહ જોયો છે. તેથી એ સ્નેહ જોતાં અભયકુમાર પિતાના આ બેલ ઉપર ખચકાય છે; ને ચિંતવે છે કે “એટલા બધા અનેરા સ્નેહમાં નથી ને કદાચ હદયાઘાત થાય તો?” એમ અભયકુમારને લાગે છે. તેથી પિતા શ્રેણિક રાજાને કહે છે, “તે ભલે પિતાજી ! તો હું હમણાં દીક્ષા લેવાને વિચાર પડતો મૂકું છું, પરંતુ મારે આ વિચાર ધ્યાનમાં રાખજે.” આમ અભયકુમારે કહેવાથી શ્રેણિક રાજાને ધરપત વળી. પણ અભયકુમારે ઘરવાસમાં પણ શુદ્ધ શ્રાવકધર્મ પાળવાનું મને મન નક્કી કરી લીધું.