________________ 108 મને શું બાંધે? હું આમ બંધન તેડીને ઘર છોડી ચાલ્યા જઈશ.” આવું ન કહી શક્યો, એટલે જ હું કહું છું કે, ભારે લોખંડી સાંકળે તેડવી સહેલી છે, પણ સ્નેહના કાચા સૂતરના તાર તેડવા અતિ દુષ્કર છે. અને હે મગધાધિપ ! આ સ્નેહના બંધન ક્યાંથી લાગ્યા, જાણો છો ? પૂર્વ ભવમાં હું સામયિક નામે ગૃહસ્થ, તે મેં પત્ની બંધુમતી સાથે ચારિત્ર લીધેલું, પરંતુ પાછળથી એ બધુમતી સાથ્વીનાં દર્શને મેહ જાગેલે, તેથી હું દેવલોકમાં જઈ અહીં અનાર્ય દેશમાં જન્મી પડ્યો ! મહર્ષિ અભયકુમાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવે છે : “એમાં મને આ તમારા ચિરંજીવી અભયકુમાર તરફથી જિનપ્રતિમાની ભેટ મળી ! એ જોતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું, ને એથી વૈરાગ્ય પામી ત્યાંથી છૂપે ભાગીને અહીં આવી, દેવતાએ મને નિકાચિત ભેગાવલિ બાકી હેવાથી ચારિત્રની ના પાડવા છતાં, મેં ચારિત્ર લીધું ! પ્રત્યેક બુદ્ધ તરીકે ઉચ્ચ સંયમ પાળનારે છતાં પૂર્વ ભવની એ પત્ની અહીં શ્રેષ્ઠિ કન્યા “શ્રીમતી” થઈ, એ મને પૂર્વના નેહથી પરાણે વળગી, ને મારે પણ પૂર્વના મેહના ઝેરના કણિયા ઉદયમાં આવ્યા, ને એની સાથે સંસાર માંડ્યો ! એક પુત્ર થયે, ને પછી શું થયું તે મેં પહેલાં જ કહ્યું. એટલે આ જનમમાં મારા મૂળ ઉપકારી આ તમારા સુપુત્ર અભયકુમાર છે, કેમકે એમણે મને જિનપ્રતિમા ભેટ મેકલી તે જ હું પૂર્વ જન્મનું સ્મરણને જૈન ધર્મ, ને ચારિત્ર પા. મહામુનિ પણ કેવા કૃતજ્ઞ! પિતે અવધિજ્ઞાની છતાં અભયકુમારને આભાર માને છે.