________________ 202 મહર્ષિ આકારને કેવળજ્ઞાન: મહષિએ પ્રભુનાં વચન તહત્તિ કરી લીધાં. એના પર ખૂબ જવલંત પ્રેરણા મેળવી, તીવ્ર તપ આચરવા માંડ્યો, અને અંતે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! બહ. જન પર ઉપકાર કરતા કરતા અંતે સર્વકર્મક્ષય કરી મેક્ષ પામ્યા! ધન્ય મહષિ! ધન્ય જિન–ચારિત્ર! અહીં દ્વાદશાંગી આગમમાંના દ્વિતીય “અંગ”—આગમ શ્રી સૂયગડાંગ સૂત્રમાં છઠ્ઠી “આદ્રકુમાર અધ્યયનના અંતે બહુમૂલ્ય આ ગાથા મૂકી છે, - बुद्धस्स आणाए इम समाहि, अस्सि सुठिच्चा तिविहेण ताई / तरिउ समुदं च महा भवौघ, आयाणव धम्ममुदाहरेज्जा / આ ગાથાથી સમસ્ત અધ્યયનના પદાર્થને ઉપસંહાર બતાવે છે. આ ગાથાને અર્થ એ છે કે “બુદ્ધસ્સ”= જેમણે સમસ્ત તત્ત્વને જાણ્યા છે, એવા સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી” એટલે કે આગમથી, “આ સમાધિ ?' યાને આ સદ્ધર્મ પ્રાપ્ત થયો છે. (તેથી) આ સદ્ધર્મ પ્રાપ્ત કરીને એમાં ત્રિવિધ મન - વચન - કાયાથી સારી રીતે થિત “સુસ્થિત” બનીને, એટલે કે ઈન્દ્રિયને સુનિશ્ચિતપણે સ્થિર કરીને, “તારી " અર્થાત્ (1) વ્યાયી સ્વ–પરને રક્ષણહાર બને અથવા “તાયી” અર્થાત (2) મેક્ષ તરફ ગમનશીલ બને. એવા એ સાધુ ભવના સમૂહનાં મોટા સમુદ્રને ઓળંગી જવા માટે “આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રવાળો બનેલ “ઉદાહરત ધર્મમ” એટલે કે (બીજાઓને) એવા જ પ્રકારને ધર્મ કહે, પ્રગટ કરે.