________________ 196 અર્થાત્ હે રાજન! “મદોન્મત્ત હાથીને વનમાં માણસે નાખેલાં બંધનથી છૂટકારો એવો દુષ્કર નથી જે ત્યાં વિંટળાયેલ સૂતરના તાંતણાઓથી છૂટકારે અતિ દુષ્કર છે. એમ મને લાગે છે. આ સાંભળીને શ્રેણિક રાજા અને બુદ્ધિનિધાન અભયકુમાર પણ મહર્ષિનાં કથનને ભાવ સમજ્યા નહિ, મુંઝાય. છે કે, “એમને કહેવાને શે ભાવ છે ?" આવું સાંભળીને મુંઝાય એ સહજ છે. કેમકે શું લેખંડી ભારે સાંકળનાં. બંધન તેડવા હજી સહેલા? અને સૂતરના તાંતણાના બંધન તેડવા દુષ્કર? તે ય વળી અતિ દુષ્કર? માત્ર શબ્દાર્થ જોતાં બુદ્ધિમાં ન બેસે એવી વાત છે, પરંતુ શ્રદ્ધા છે કે, ‘મહષિ કહે છે તે જેમ તેમ બેલે નહિ, અસત્ય કહે નહિ. મેથી અસાર વાણી કાઢે નહિ.” એ શ્રદ્ધાથી શ્રેણિક પૂછે છે - ભગવન! આપના કહેવાને ભાવ ન સમજાયે..... કૃપા કરી ભાવ સમજાવે. “કાચા સૂતરના તાર તેડવા કટિણીને ખુલાસો : ત્યારે મહાત્મા આદ્રકુમાર કહે છે, “મારે ઘરવાસમાં શ્રીમતી નામની પત્ની હતી. એક પુત્ર થયો. એ જરાક મેટો. થતાં મહેતાની શાળામાં ભણવા મૂક્યો. મારા મનમાં વૈરાગ્ય. જાગેલે, પત્નીને એકવાર કહેતા હતા, “હવે તમે બે થઈ ગયા છે, તેથી હું હવે ચારિત્રમાર્ગે જઈશ, સંમતિ દઈ દો”. પત્નીને મારા પર અથાગ પ્રેમ, તે કહે “તમારા વિના, અમારે કેને આધાર !" પછી એણે ઘરમાં સંપત્તિ અથાગ હતી છતાં રેંટિયે લઈ સૂતર કાંતવા માંડ્યું. ત્યાં બાળ પુત્ર