________________ ધર્મ જ કેમ શ્રેયસ્કર?: જીવન તે જીવીને પૂરું કરવાનું જ છે, પણ જાતે કષ્ટમય ધર્મસાધનાઓનું જીવન બનાવ્યું હોય તે તે જાતનું ય મહા કલ્યાણ કરે છે, અને જગતનું ય મહા કલ્યાણ કરે છે ! કેવું શ્રેયસ્કર જીવન ! તો આવા સ્વપરને આશીવંદભૂત જીવનને કાં ન અપનાવવું? જો એ ન કર્યું, તો દુન્યવી વિષયોના રંગરાગ અને માટીના ધનની કમાઈમાં હોમેલું જીવન પુરું થતાં એ બધા ધનમાલ વિષયે ખોવાઈ જવાના છે, અને અઢળક પાપનાં પાપિષ્ઠ સંસ્કારના પોટલાં લઈ જીવને એકલા અટુલા દુર્ગતિઓને દુઃખદ ભવના પ્રવાસે ચાલી નીકળવું પડશે! માટે ધર્મ જ શ્રેયસ્કર છે. આ વાત છે,– ધર્મ વીતરાગ સર્વજ્ઞ ભગવંતેએ કહેલ અપનાવવા જેવો છે. આદ્રકુમાર મહર્ષિએ એ અપનાવેલો હતે તો જ તે જાતને અને જગતને માટે શ્રેયસ્કર બને. એના બદલે આદ્રકુમાર જે પેલા ગોશાલક, બૌદ્ધ ભિક્ષુઓ, હિંસા મય યજ્ઞ કરતા બ્રાહ્મણો અને હસ્તિતાપસે વગેરેમાંના કેઈકના ધર્મમાં ફસ્યા હોત, તો જાતનું શું શ્રેય કરત? અને અજ્ઞાન મેહમૂદ્ર જગતને ય શું શ્રેય પમાડી શકત ? કહો, પાપમાં સૂબેલા તે બીજા કોઈને પાપમાં ડૂબાડનારા બને છે. આદ્રકુમાર મહર્ષિ સ્વયં મહાન અહિંસા–સંયમતપમય ધર્મમાં રહેલા તે જૈન ધર્મની જિનશાસનની મહાન પ્રભાવના કરતા ચાલી રહ્યા છે. તે અહીં ઠેઠ હાથી અને એને મારી ખાવાના ધર્મવાળા 500 તાપને પ્રતિબંધ કરવા