________________ 15 સુધી આવી પહોંચ્યા છે! એટલામાં વળી એક ચમત્કાર બને છે એ જુઓ. શ્રેણિક આકથા - જ્યાં આ હાથીનું લોખંડી સાંકળો તેડી ભાગવું, અને આવીને મહર્ષિના પગે પડી જવું, તથા અનશન સ્વીકારવું, વળી પ૦૦ તાપને પ્રતિબંધ લાગવો... વગેરે અવનવી ઘટનાઓના સમાચાર મગધદેશ–સમ્રાટ રાજા શ્રેણિકના કાને પહોંચ્યા, એટલે એ ચમકારે પામી જાય છે! મને મન એવા આદ્રકુમાર મહર્ષિને ચરણે શિર ઝુકાવી દે છે! અને ઝટ ઊભા થઈ જઈ અભયકુમાર અને પુત્ર-પૌત્રાદિ પરિવારને લઈ મહર્ષિ પાસે આવી પહોંચે છે, ને પરિવાર સહિત પોતે મહર્ષિના પવિત્ર ચરણે વંદન કરે છે. મહર્ષિએમને એકાંત કલ્યાણકારી “ધર્મલાભ” ની આશીષ આપી પ્રસન્ન કરે છે, અને ધર્મને ઉપદેશ આપે છે. મહારાજ શ્રેણિક એ વખતે ત્યાં પૂછે છે ભગવાન ! આ તો બહુ મોટું આશ્ચર્ય બની ગયું કે આપના દર્શનથી હાથીએ ભારેખમ લેખંડી સાંકળ તેડી નાખી ?" મહષિ કહે છે - આ લેખંડી સાંકળના બંધન તેડવાનું તે હજી સહેલું છે, પરંતુ કાચા સૂતરના બંધન તેડવા દુષ્કર છે. જુઓ - ण दुक्का वा परपासमायणं गयस्स मत्तस्स व मि राय / बहा 3 तत्तावलिएण तंतुणा सुदुक्कर में पडिहाइ मायण //