________________ 167 પ્રભુ પર આ ભક્તિ-રાગ તથા શ્રદ્ધા-બહુમાનનું બળ વિચારી સંકલ્પ-બળ ઊભું કરાય કે હું ય કેમ પ્રભુ પર સુલસા જે ભક્તિરાગ, એના જેવું શ્રદ્ધાબળ ને એના જેવું બહુમાન ન ઊભા કરી શકે કે જેથી જગતનું જોવામાં અરમાન જ મરી પારે. પછી જોવાનું ય શું? આકર્ષવાનું ય શું ? ને એની પાછળ મરી ફિટવાનું ય શું ? ચંડરુદ્રાચાર્યના નૂતન શિષ્યનું ગુરુભક્તિબળ - ત્યારે ચંડરુદ્રાચાર્યના હમણોને દીક્ષિત શિષ્યની લાયકાત કેવીક ઊંચી ! ગુરુભક્તિરાગ કેટલે બધે તેજસ્વી ! આચાર્ય પાસે મશ્કરીમાં દીક્ષા માગી હતી. ક્યારે? જ્યારે હજી તે હાથ પર તાજા લગ્નનું મીંઢળ છે ત્યારે! છતાં ગુરુએ સાચેસાચ એના માથાનો લેચ કરી નાખેલે ! એટલે એણે પણ “હવે મુંડાયા ભાઈ મુંડાયા” કરી સાચેસાચ ચારિત્ર લઈ લીધેલ! પરંતુ હવે “પોતાના સ્વજનોથી ગુરુ ઉપદ્રવમાં ન મૂકાય” એ માટે એ રાતોરાત ગુરુને લઈને જંગલના રસ્તે નીકળી પડે છે. અંધારે જમીનનાં ઊંચા નીચા ભાગમાં વૃદ્ધ ગુરુ ચાલતાં ખચકા ખાય છે, તેથી એ શિષ્ય પર ગુસ્સે થાય છે. “હરામી ! આ મુકામમાં શાંતિથી બેઠા હતા. તે અમને અહીં અંધારે ઠેકાવા લઈ આવ્યા?” વર્ષોના સંયમી આ ગુરુ ગુસ્સે થાય છે ! ત્યારે આ હમણાને દીક્ષિત ન સાધુ એટલો બધે સૌમ્યભાવ રાખે છે, કે એ કહે છે “ગુરુજી! ખરી વાત, આપને આ હું