________________ 181 જ્યાંથી જમીનની અંદર સુરંગ ખોદાવી રાખેલી હતી, અને તે સુરંગ ભૂગર્ભમાં જ નગરની બહાર દૂર જંગલની અંદર નીકળતી હતી, એ સુરંગમાં જ ઊતરી ગયો ! ન મેમાનને સંભાળવા રહ્યા, કે ન પરિવારને, કે ન ખજાના ઝવેરાતને સંભાળવા રહ્યો ! કેવી ગોઝારી સ્વાધ દશા? મેમાનની ખબર ન લે? એમને સાથે ન લે? મેમાન તો ના જ કહેતા હતા–“દુરાચારીનું નામ ન બેલા, છતાં આગ્રહથી બોલાવ્યું, અને આફત ઊતરી પડી ત્યારે એને મૂકીને ભાગ્યો ! આમ પિતાના વાંકે હવે મેમાન પર પણ શત્રુના સૈનિકોની આપત્તિ આવી છે, તે એમની તો સંભાળી કરવી જ જોઈએ ને ? રક્ષણ માટે સુરંગમાં એમને તે સાથે લેવા જ જોઈએ ને? પણ સ્વાધ રાજા એમને ચા મૂકીને પિતે એક સીધે સુરંગમાં ચાલે ગયે. ગેઝારી સ્વાર્થ માયા ! માણસને એ કેટલો બધા નીચી પાયરીએ ઉતારી કે અધમ કનિષ્ઠ કેટિને બનાવી દે છે? | આપણું આત્મદ્રવ્ય કનિષ્ઠ એટલે કે અધમાધમ કોટિનું બને એની કશી ચિંતા જ નહિ ? એનું કશું દુઃખ નહિ? તે આપણે જાતે જ એને અધમાધમ બનાવીએ ? શેની ખાતર? એવી તુચ્છ વસ્તુની ખાતર કે જે માત્ર આ જીવનમાં જ ઉપયોગી, અને આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા” હોય ! ત્યારે