________________ 180 રાજકુમાર કહે “નામ પૂછશે નહિ. દુરાચારીનું નામ સાંભળશે તો આજે ખાવાથી ટળશે.” રાજા– “એમ ખાવાનું ટાળતું હશે ?' આ કહે - “હા, હું બરાબર કહું છું.' રાજા કહે “ભલે ટળે, કહે.” આ કહે “આગ્રહ રહેવા દો. હું ખરું કહું છું ભજન વિનાનાં રહેશે !" રાજા કહે “ઓહો! એટલામાં શાનું ભજન ટળે છે? ઊભા રહે, ભેજન મંગાવું છું. એ આવે પછી નામ બોલે.” કહી માણસ પાસે ભેજનના બે થાળ મંગાવ્યા, હાથમાં કોળિયે લઈ કહે - “બેલે હવે નામ: અખતરો કરે છે.” તે ય રાજકુમાર કહે “રહેવા દો. અખતરો કરવામાં સાર નહિ નીકળે.” તે ય રાજાને આગ્રહ થતાં કુમાર જ્યાં નામ બેલે છે કે “કુમના રાજ્યમાંથી, એટલામાં તે રાજ કળિયે. મેંમાં મૂકવા જાય એ પહેલાં જ નીચે બહારમાં ભયંકર કેલાહલ ઊઠો “નાસો, “ભાગે, “મારો.” “પકડે,” “ક્યાં ગયા એ રાજા હરામી ?"..... શું હવે રાજા જમવા બેસે ? કેળિયે મોંમાં મૂકે હાથનો કેળિયે પડી ગયે નીચે ! રાજાના હોશકોશ ઊડી ગયા. લાગ્યું “દુશ્મનનું લશ્કર નગરમાં ઘુસી ગયું છે ને સુભટો ઠેઠ મહેલની નજીક આવી ગયા છે. હવે રાજા ત્યાં શાને ઊભું રહે ? એ તો સીધે મહેલના ગુપ્ત ભાગમાં