________________ આ બધાના મૂળમાં શું? રાજકુમારનું દઢ સંકલ્પ– બળ, સાથે બ્રહ્મચર્યનું પાલન, અને પછીથી કે આ તે એની પરીક્ષાને સંકલ્પ. એ સૂચવે છે કે વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે, દઢ સંકલ્પ કેળવે, અને તદનુસાર વર્તન કરે, એની અભૂત અસર! સંકલ્પ–બળની વાત ચાલે છે. પેલા આદ્રકુમાર -મહર્ષિના તાપસ–પ્રસંગમાં જોયું કે હાથીનું સંકલ્પ–બળ -અદ્દભુત કામ કરે છે ! પ્રતિબોધ પામેલા 500 ચેરે તથા - જિતાયેલા અનેક વાદીના પક્ષકાર–લોકથી પરિવરેલા આદ્ર. કુમાર મહર્ષિ તે ચાલ્યા, પણ પાછળ પિલા તાપસના - હાથીને મોટા પરિવાર સાથે આવા મહર્ષિને જોઈ, અને એમને તાપને દયાને ઉપદેશ તથા તાપની વાદમાં હાર જઈ તાન ચડી આવ્યું ! મનને સંકલ્પ છે, કેમ આ બંધનની સાંકળ તૂટે, અને હું જઈને મહર્ષિના પગમાં પડી જાઉં” પૂર્વે જુદા જુદા દાખલામાં જોયું ને કે સંક૫બળ શું કામ કરે છે? સંકલ્પબળે હાથીનાં બંધન તૂટયા? : બસ, હાથીના દઢ સંકલ્પના બળે શરીરમાં એવું જેમ ચડી ગયું, કે લોખંડની ભારે સાંકળો ફટાક તૂટી ગઈ! બસ, બંધન તૂટ્યાં એટલી જ વાર, હાથી સૂંઢ અને કાન ઊંચા કરી ચારે પગે કુદતે દેડ્યો આદ્રકુમાર મહર્ષિની પાછળ! આ જોતાં તાપસમાં અને બીજા ત્યાં એકત્રિત લોકમાં - હાહારાવ ઊડ્યો કે “હાય ! હાય! આ મન્મત્ત હાથી તોફાને ચડ્યો છે તે મહષિને મારી નાખશે !"