________________ 189 સુવર્ણ કમલ રચી આ અવધિજ્ઞાની મહષિને વિનંતિ કરે. છે,–“ભગવદ્ ! બિરાજે આ સુવર્ણ કમળ પર, અને અમને ધર્મને બેધ આપો.” સુભટોને આકર્ષણ : અવધિજ્ઞાની કુમાર મહર્ષિ સુવર્ણ કમળે બિરાજમાન. થાય છે. પેલું લશ્કર તંભિત હતું, તે છૂટું થયું, પણ હવે મજાલ છે કે “મારે કાપ” બેલે? યા યુદ્ધનું માનસ રાખે? ના, કેમકે (1) પહેલું તો દેવતાઓથી ગભરાય કે બાપ રે! હવે જરાક પણ આપણે જે અજુગતું બાલ્યા કે કર્યું, તે મર્યા સમજો! દિવ્ય શક્તિવાળા આ દેવતાઓ આપણા બાર જ વગાડી નાખે ! અને (2) બીજ, અહીં સરજાયેલ ચમત્કારોથી એમનાં કર હૈયાં માખણ જેવા. કેમળ બની ગયાં છે, એમને નમ્રતા સાથે ભારે આકર્ષણ. ઊભું થઈ ગયું છે. લડાઈનું માનસ જ પલટાઈ ગયું! સ્વ–પરરાજાનું આગમન : કેટલાક સુભટ પોતાના રાજાને ખબર દેવા ગયા, ને સમાચાર કહ્યા તો રાજા ય આભો બની જઈ સપરિવાર અહીં ખેંચાઈ આવ્યો ! અહીંને સુરંગમાં પેઠે રાજા પણ. કોક અણસાર મળતાં, સુરંગની બહાર નીકળી પરિવાર સાથે ત્યાં હાજર થાય છે ! ત્યાં અવધિજ્ઞાની મહર્ષિની સભા. કેવીક બની હશે ? સુવર્ણ કમલ પર અવધિજ્ઞાની મહર્ષિ એક બાજુ દેવતાઓ, બીજી બાજુ બંને રાજાઓ, બંનેના લશ્કર, પ્રજાજને....અદ્ભુત મેળે ! ને ત્યાં મહર્ષિની ધર્મદેશના ચાલી છે. એ શું કામ નહિ કરે?