________________ 187 મૈત્રી કરુણા આદિ શુભ ભાવેની કેટકેટલી જબરદસ્ત અને. કેવી અદ્ભુત બક્ષીસ !" જિન-જિનમતની અનુમોદના પર અવધિજ્ઞાન : બસ, રાજકુમાર, અરિહંત ભગવાન, એમનું પ્રવચન, તથા બ્રહ્મચર્યાદિ ધર્મોની, એટલી બધી અનુમોદના ગદ્ગદ્ હૈયાથી અને અહોભાવથી કરવા લાગ્યા, કે ત્યાં એમના અવધિજ્ઞાનાવરણ-કર્મ તૂટક્યા! અને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું ! અને અવધિજ્ઞાનથી જે જોયું એથી તો ક્ષણભર મન એવું ચેકી ઊઠયું કે તે ત્યાં જ મગજ ઘૂમતાં નીચે બેસી પડ્યા, અને બેભાન થઈ ગયા ! જ્ઞાનાવરણ કર્મ શી રીતે તૂટે છે? માત્ર ગોખવા-ભણવા અને વાંચવાંચ કરવાથી તૂટે છે? ના, મહા ત્યાગથી તૂટે, તપથી તૂટે, ભારે વિનય–વૈયાવચ્ચ–બહુમાનથી તૂટે, ઉચ્ચ અહોભાવ–ગદ્દગતા–અનુમોદના. અને આરાધનાથી પણ જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. મદનરેખા સાવી, સુનંદા સાવી, આનંદ શ્રાવક, મહાશતક શ્રાવક, ધર્મદાસ ગણી મહારાજ વગેરે વગેરે. એમજ અવધિજ્ઞાન પામેલા. અવધિજ્ઞાન પર દેવાનું આગમન અહીં રાજકુમાર અવધિજ્ઞાન પામ્યા છે એટલે આકાશમાંથી ઝનન ઝનનનના વાજિંત્રનાદ સાથે દેવતાઓ ઊતરી. રહ્યા છે. પેલા લશ્કરના સુભટો ગગનમાંથી દેવતાઓને ઊતરતા.