________________ 186 જ પોતાના બ્રહ્મચર્ય પર એને ભારે વિશ્વાસ છે. જયાં એ “મારા બ્રહ્મચર્યના પ્રભાવે હું ખેમકુશળ બહાર નીકળી જાઉં –એમ સંકલ્પ કરી આગળ પગલું ઉઠાવે છે, ત્યાં જ ટોળું “માર, કાપે, પકડે રાજાને” કરતું કુમારને દૂરથી. દેખી એને ખુદ રાજા સમજી મારવા દોડતું આવતું હતું, અને હાથ શસ્ત્ર સાથે ઊંચા હતા, એટલા માટે કે સામાને. ઝટ ઘા ઠોકી શકાય; ત્યાં જ કુમારના બ્રહ્મચર્ય અને સંકલ્પના પ્રભાવે એ સશસ્ત્ર હાથે આકાશમાં ઊંચા જ સ્થિર થઈ ગયા !!! અને પગ પણ જ્યાં હતા ત્યાં જ સ્થિર સજજડ થઈ ગયા !! ન તો ડગલું આગળ ચાલી શકે, કે ન પાછળ. ખસી શકે ! એવી અદ્ધર હાથની સ્થિતિ થઈ ! સહેજ પણ ન વાળવાની કે ન નીચા ઉતારવાની શક્તિ રહી! આખા. લકરની આ સ્થિતિ જોઈ રાજકુમાર ચમકી ગયો ! એને વિચાર આવે છે - બ્રહ્મચર્યના ચમત્કાર પર શાસનની અનુમોદના - અહો ! આ શું ? બ્રહ્મચર્યને આટલો બધે પ્રભાવ? આટલી બધી તાકાત ? આખા લશ્કરને તંભિત કરી શકે? વાહ રે મારું બ્રહ્મચર્ય ! વાહ રે એ ઉપદેશનારી જિનવાણી! વાહ રે મારા પ્રભુ જિનેશ્વર ભગવાન! તમે આ વાણી પ્રકાશે છે? પ્રભુ! પ્રભુ ! તમારી મારા પર અને આખા જગત પર કેટલી બધી દયા કે આવા અનુપમ બ્રહ્મચર્યની બક્ષીસ કરી! એકલું બ્રહ્મચર્ય જ શું, નાથ ! તમારી સૂક્ષ્માતિસૂક્ષમ અહિંસા સત્ય વગેરે ધર્મની અને ક્ષમા–નમ્રતા વગેરે ગુણોની તથા શમ–સંવેગ આદિ અને