________________ કુમાર સમજે છે કે સ્ત્રીનું દર્શન, સ્ત્રી સાથે વાતચીત, કે સ્ત્રીનું સ્મરણ વગેરે ખતરનાક છે. એકવાર પણ એ અનુભવ કર્યો તો એના મનમાં સંસ્કાર સ્થાપિત થઈ જાય છે, કેમકે એ દર્શનાદિ જણી જોઈને કર્યા, એટલે કે રાગથી ખેંચાઈને કર્યા. બસ, રાગની જ મેટી મેકણ છે. રાગથી ખેંચાઈને બોલે, રાગથી ખેંચાઈને ચાલે, રાગથી ખેંચાઈને વિચારે, રાગના તણાયા કશુંક જુઓ, ચા–સુંઘ-સ્પશે,.....એટલે એના આત્મા પર ઘેરા સંસ્કાર પડી જાય છે. પછી અવસર આવતાં એ સંસકારના ઉધક નિમિત્ત પામીને એ સૂતેલા સંસ્કારભોરિંગ–જાગ્રત થઈ જાય છે, ને રાગભય સ્મરણ કરાવે છે, ને ન અનુભવ કરવા પ્રેરે છે. આમ, - રાગ સિચા-એષા રહેવાથી સંસાર અબાધિત ચાલ્યા કરે છે. .: માટે ધર્માત્માએ ખરી સાવધાની આ જ રાખવાની, કે ધર્માત્માની સાવધાની : પુદગલના શબ્દ–રૂપ-રસાદિ જે ગુણને જીવને રસ હોય એનું દર્શન–શ્રવણ-સ્મરણ ન જ કરું એ દઢ સંક૯પ ને એનું પાલન જોઈએ.' વિકથા-કુથલી કેમ ભયંકર ? ભયંકર આટલા જ માટે, કે એ સાંભળો એટલે (1) તે તે વિષયના રાગ-દ્વેષ થવાના, અને (2) રાગ-દ્વેષના