________________ 182 અધમાધમ બનાવેલ આત્મદ્રય લઈને પરલેક ચાલવાનું, તે આત્મા જન્મોજન્મ દૂષિત અને દુષ્ટ બન્યું રહેવાને ! ત્યારે, સ્વાર્થોધને અહીં આ લેક્માં પણ શું છે? એની અધમચેષ્ટામાં અહીં પણ એ લેકમાં નિંદાય છે; તેમજ સ્વાર્થ–માયામાં ક્યારેક તે એવી વિટંબણામાં ફસાય છે કે લોકમાં ભેંઠો પડે ! અને બીજાની સહાય પણ ન પામે! એથી ઉલટું સ્વાર્થમાયા ગણ રાખી, પરાર્થ-રસિક બનવાથી અવસરે કર્મજનિત વિ. અણુમાં બીજાઓ સામેથી સહાય કરવા આવે છે ! આવા પરાર્થસિક બન્યા રહેવા માટે સંકલ્પબળ જોઈએ. દઢ સંકલ્પ જોઈએ તે જ અવસરે પરાર્થ પહેલે યાદ આવે. રાજામાં એ સંકલ્પ-બળ હતું નહિ, તેથી પિતે જ ઊભી કરેલી આપત્તિમાં મેમાનને જીવલેણ પ્રસંગમાં છોડી દઈ પોતે પોતાનો જીવ બચાવનાર સુરંગમાં ઊતરી પડ્યો! આ અધમાધમતા આપણા જીવનમાં ન આવવા દેવી હોય તે પરાર્થવૃત્તિનું સંકલ્પ–બળ પહેલું ઊભું કરવું જોઈએ, અને એને નાને નાને પણ અમલ કરે જોઈએ. અસ્તુ. રાજા તો પેલા બ્રહ્મચારી રાજકુમારને નિરાધાર છેડીને સુરંગમાં પેસી ગયે, પરંતુ હવે જુઓ કે રાજકુમારનું સંકલ્પબળ કેટલું અદ્ભુત કામ કરે છે ! ને એને કે ચમત્કારિક બચાવ આપે છે !