________________ 183 રાજા તે ગયે, હવે કુમારને બહાર નીકળી જવું છે, એથી જ્યાં દરવાજા તરફ આવવા જાય છે, ત્યાં બહારમાં મારો કાપો, પકડે રાજાને. ને કોલાહલ સંભળાય છે, તે નીકળી જવું શી રીતે ? બ્રહાચર્યની પરીક્ષા : એક પરીક્ષા અબ્રહ્મચર્યની-દુરાચારની તે જોઈ; પરંતુ હવે બ્રહ્મચર્યની પરીક્ષા જેઉં !' એમ વિચારી સંકલ્પ કરે છે કે “જે મારા બ્રહાચર્યને પ્રભાવ હોય તો હું આ તલવાર–ભાલા–બરછીવાળા ટોળા વચ્ચેથી બેમ ને કુશળ બહાર નીકળી જાઉં.” પિતાના પ્રાર્થ પર કેટલે બધે વિશ્વાસ હશે, કે આ સંકલ્પ કરે છે? કરે છે એટલું જ નહિ, પણ બહાર જ્યાં સામે સશસ્ત્ર અને બૂમ પાડતું ટોળું ચાલ્યું આવતું દેખાય છે, ત્યાં એની સામે જ વિના ગભરાટે ચાલવા માંડે છે! બ્રહ્મચર્યને આ વિશ્વાસ બ્રહ્મચર્યના કેવક પાલન પર ? કહો, જીવનમાં સમજણ અવસ્થામાં ને વિકારોની અવસ્થામાં આવ્યા પછી એક પણ પરસ્ત્રીને એકવાર પણ જોવાની ઈરછા–આતુરતા ન કરી હોય ત્યારે. અરે ! જવાની ઈચ્છાની વાત શી, સ્ત્રી શરીરને કદાચ અશુચિત્વ ભાવનાથી કે વૈરાગ્ય ભાવનાથી વિચાર આવ્યું હોય એ જુદી વાત, પરંતુ રાગથી “એ કેવું” એને લેશ પણ વિચાર આવવા ન દીધો હોય, ત્યારે પોતાના બ્રહ્મચર્યને વિશ્વાસ રહે. કારણ?