________________ [36] સંકલ્પબળનું મહત્ત્વ મહાનિશીથ સૂત્રમાં સ્ત્રી–રાજા રુમના ચરિત્રમાં બ્રહ્મ ચારી રાજકુમારને પ્રસંગ આવે છે. ફમીને સારી બ્રહ્મચારિણું હોવાનું સાંભળીને એના પવિત્ર દશને એની રાજસભામાં એક પરદેશી રાજકુમાર દાખલ થાય છે, ને બેઠક પર ગોઠવાઈ જાય છે. ત્યાં ફમી નવા આગંતુક પર નજર ફેરવતાં, જ્યાં આ રાજકુમાર પર એની દૃષ્ટિ પડી, ત્યાં આનું અતિ સુંદર રૂપ જોઈને એ મોહિત થઈ, ને આના પર રાગની દૃષ્ટિ નાખે છે. એ જ વખતે રાજકુમાર વિચારે “અરે ! ધિક્કાર પડે આ મારા રૂપને ને રૂપાળા શરીરને! કે એણે આ બિચારી એક બ્રહ્મચારિણી બાઈને ભુલાવી ! આવું દુષ્ટ શરીર જોઈએ નહિ, બસ, આપઘાત કરી દઉં, પરંતુ આપઘાતમાં આ શરીરથી સાધી લેવાનું રહી જાય, માટે વિધિપૂર્વક સંયમ અને તપથી શરીરને કસ ખેંચી લઈ આ રૂપને અને રૂપાળા શરીરને ક્રમશઃ ઉતારી નાખી છેવટે અંતિમ અનશન કરી લઉં, તરત જ એ “માફ કરજે, અહીં હું નહી રહી શકું” કહેતોક ત્યાંથી ઊઠી ચાલ્યા ગયે બીજા રાજ્યમાં ગુરુની શોધ માટે રાજાને મેમાન બન્યો. રાજા પૂછે “કક્યાંથી પધાર્યા?” આ કહે,–“એક રાજ્યમાંથી રાજા પૂછે - “કેના રાજ્યમાંથી ?"