________________ وی 2 અતિ અલ્પ સમયના કોધથી આ ભયંકરતા? હા, એક નાની પણ અગ્નિની ચિનગારી જંગી મોટી ઘાસની ગંજીને બાળીને ભસ્મસાત કરે છે. નહેરો માટેના જંગી મેટા બંધમાં એક નાનું ગાબડું પડે તે એજ સંગૃહીત કરેલા પાણીના પૂર વહી ચાલીને ગામડાનાં ગામડા તારાજ કરી નાખે છે. સેંકડો દાવ રમી કરોડપતિ થયેલ જુગારી એકજ દાવમાં સહેજ ગફલત કરતાં કરોડે કોડ પૂરા ગુમારી દે છે ! આવા તે ઢગલે દાખલા કે જેમાં વિરોધી થોડુંક તત્ત્વ ઘણા બધાનો નાશ કરી નાખે ! એમ કોઈ કોડ પૂર્વના સંયમ–ફળને નાશ કરી દે, એ અઘટમાન અસંગત નથી, સંગત છે. આ હિસાબે જાતને વિચાર કરવા જેવું છે કે - "(1) ગુસે કેટલે કરવા જોઈએ છે? ને (2) કેટલીવાર કરવા જોઈએ છે? “તે પછી એમાં 5-50 વરસના સાધેલા દેવદર્શન–પૂજા અને મામૂલી ત્યાગ-તપ-વ્રત–નિયમરૂપી ધર્મનું ફળ કેટલું સલામત રહેવાનું ? કોધથી મોટા મહારથી તપ અને સંયમધર્મનાં ફળ નષ્ટ થાય, તે આપણા મામુલી ધર્મનાં ફળ નષ્ટ ન થાય ? આવી ભયંકરતા ક્રોધ કરીને આપણી જાતે જ ઊભી કરવાની ? - “આપણને અથાગ પુણ્ય મળેલા મહા કિંમતી મનને શું આ જ ઉપગ કરવાનું કે આવા મેધે મનથી ના ધર્મફળને નષ્ટ કરનારા ભયંકર દુષ્ટ ક્રોધ પિશાચને પોષવાને ?) 12