________________ 175 * દશવિધ સામાચારી પાળી; (5) શાસ્ત્રોના ભરચક સ્વાધ્યાય કર્યા...વગેરે વગેરે બધું સંયમ કહેવાય. એના ફળમાં શું શું આવે? કહે - (1) પહેલા નંબરમાં, ઉપશમભાવ અને ઉદાસીનભાવની આંતરિક વિશુદ્ધિ આવે. જેમ જેમ સંયમ પળાતું જાય, તેમ તેમ આ આંતરિક ઉપશમભાવ–ઉદાસીનભાવની વિશુદ્ધિ વધતી જાય. (2) બીજા નંબરમાં, જન્મ જન્માંતરના અઢળક પાપકર્મને અને અશુભ અનુબંધને ક્ષય થાય, એ સંયમનું ફળ. . (3) ત્રીજા નંબરમાં ફળ તરીકે અઢળક શુભ અનુબંધ ઊભા થાય. (4) ચોથા નંબરમાં ફળ,–વૈમાનિક દેવલોકનાં અઢળક પુણ્ય બંધાય. કોડ પૂર્વ વર્ષોનાં સંયમનાં આ ફળ નષ્ટ કરવાની તાકાત અનંતાનુબંધી કોધમાં છે, એ સંયમમાં નષ્ટ થાય ત્યારે, ક્રોધે કોડપૂર્વનું સંયમ નષ્ટ કેવી રીતે ? અનંતાનુબંધીના કાંધ આદિ કષાય શેને શેનો નાશ (1) કોડ પૂર્વ વર્ષો સુધી ઝગમગાવેલ ઉપશમભાવ અને ઉદાસીનભાવને નાશ . (2) નવાં જોરદાર પાપકર્મ એવાં ઊભાં કર્યા કે જેની આગળ પૂવે સંયમથી કરેલ પાપકર્મ–ક્ષય વિસાતમાં ન રહે. મે, ગાઢ મળદોષની કે સંગ્રહણીની બિમારીમાં સે