________________ 178 ક્રોધથી બેવડું નુકસાન : જરાક જરાકમાં ગુસ્સો કરનારને આ ક્યાં વિચારવું છે? કે (1) આ જેની ખાતર હું ગુસ્સ કરું છું એ તે બહુ તુચ્છ બહુ મામુલી ચીજ છે, પરંતુ આ કોઇ મારા સાધેલા “ધર્મથી મળનાર મહાકિંમતી ફળને નાશ કરી દે છે ! તે શું આ કિંમતી ફળના ભેગે વર્તમાનની મામુલી વસ્તુને સાચવવા ગુસ્સો કરવાને ? (2) વળી પરલકના મહાન ધર્મ–ફળ નષ્ટ થાય એટલું જ નથી, પરંતુ ક્રોધથી ભાવી દુઃખદ દુર્ગતિઓ અને એમાં કારમાં દુઃખે ઉપરાંત ભયંકર પાપ–લેશ્યાઓ અને પાપાચરણો કેવા ચાલવાના? શું આને વિચાર અહીં આ ડે માનવભવ, ચકોર માનવમન અને જૈનધર્મ પામીને પણ નહિ કરવાને ? ચંડકશિ ફોધનાં આ જાલિમ પરિણામ દેખે છે, તેથી દઢ સંકલ્પ કેમ ન કરી શકે કે “ગમે તે થાઓ ક્રોધ નહિ કરવાને ?”સેંકડો હજારો કીડીઓથી ચવાવા છતાં સંકલ્પને વધુ બળવાન બનાવી મનમાં જરાય કોઇ લાવતો નથી.