________________ 176 દિવસ કડક પથ્થ–પરેજી પાળી પાળીને મળદોષને જ્યારે ક્ષય કર્યો હોય, પરંતુ એક જ વાર ભારે કુપથ્ય સેવી લે, તે પૂર્વે કરેલ વ્યાધિક્ષય વિસાતમાં રહેતા નથી; એમ અહીં અનંતાનુબંધી ક્રોધથી બંધાતા ભારે પાપકર્મની આગળ પૂર્વ પાપક્ષય વિસાતમાં રહેતો નથી; એટલે એમ કહે વાય કે જાણે પાપક્ષયને જ નાશ થઈ ગયે ! (3) એમ, નવાં પાપકર્મની સાથે આ અનંતાનુબંધી કોધથી નવા પાપાનુબંધ એવા ઊભા થાય છે, કે પૂર્વે સંયમથી સાધેલા અઢળક શુભાનુબંધ-પુણ્યાનુબંધ પણ હવે નષ્ટ થઈ જાય છે. તીવ્ર કોધને ભાવ એ તીવ્ર અશુભ ભાવ. છે. એની તાકાત આ છે, કે એ પૂર્વના શુભ અનુબંધને. તોડી નાખે. આમ કોધથી સંયમજનિત શુભાનુબંધને. નાશ થાય. (4) કોધથી તીવ્ર પાપકર્મો જે બંધાય છે, એમાં પૂર્વના કેટલાય પુણ્યકર્મો સંક્રમિત થઈ નષ્ટ થાય છે. આમ કોધથી પૂર્વના સંયમજનિત પુણ્યને સંક્રમ થવાથી નાશ થાય. પૂર્વ પુણ્યકર્મને વર્તમાનમાં બંધાતા પાપકર્મમાં સંક્રમ થવાથી પૂર્વનું પુણ્યને નાશ. આ પરથી સમજાશે કે જ્ઞાની ભગવંતે જે કહે છે કે, ક્રોધે કોડ પૂરવતણું સંયમફળ જાય” એ ખોટું નથી. અગ્નિશર્માએ છેલ્લે છેલ્લે રાજા ગુણસેન પર ક્રોધ કર્યો તે એના લાખો પૂર્વના સમતાભાવે સેવેલા મા ખમણના પારણે મા ખમણના તપ એળે ગયા!! એને લાખો પૂર્વેને સમતાભાવ રદબાતલ થઈ ગયા! એનું ફળ નષ્ટ થઈ ગયું !