________________ 171 માથામાં લ્હાયો ઊઠી છે, માથું લેહીથી ખરડાઈ ગયું છે, છતાં શિષ્યની સંકલ્પબળવાળી ઉચ્ચ આત્મદશા દેખો. શિષ્યને પ્રશસ્ત પશ્ચાત્તાપ ને કેવળજ્ઞાન: એ જાતને પશ્ચાતાપ કરે છે કે “આ હું કે અજ્ઞાન!' કે રસ્તો દેખાતો નથી, અને ગુરુને ત્રાસ આપી રહ્યો છું ! ઉપાસના માટે ગુરુ કર્યા, તો ઉપાસનામાં તે ગુરુને શાતા. આપવી જોઈએ, એના બદલે હું અભાગિયે એમને ભારે અશાતા આપી રહ્યો છું! હાય ! મારી કેવી નાલાયકતા નેહીનભાગિતા? ગુરુદેવ બિચારા મુકામમાં શાંતિથી બેઠા. હતા, એમને મેં લાવીને અશાંતિમાં નાખ્યા ! મારા પૂર્વ ભવનાં કેવાં દુષ્કત !" બસ, ઉપાસનાનું સંકલ્પબળ અને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન ઊભું છે, તેથી મન એ ધ્યાનમાં સ્થિર બની ગયું, શુકલધ્યાન ખૂલ્યું ! ક્ષેપક શ્રેણિ લાગી !' મોહનીયકર્મને નાશ કરી વીતરાગ બન્યા! ને તરત જ બાકીના ઘનઘાતી કર્મોને નાશ કરી સર્વજ્ઞ બન્યા ! એ ઉત્તમ. શિષ્ય કેવળજ્ઞાન પામ્યા ! હવે તે કેવળજ્ઞાનથી રસ્તો સાફ દેખે છે. એટલે આડા . -અવળા પણ સપાટ રસ્તા પર જ ચાલવા લાગ્યા, એટલે આંચકા બંધ થઈ ગયા ! ગુરુને શાતા વળી ! એટલે ગુરુ બોલે છે, “હવે કેમ બરાબર ચલાય છે? ડંડાને જ ઘરાક હતા, હવે કેડ્યાંથી સીધે રસ્તો દેખાયે?” શિષ્ય કહે “જ્ઞાનથી હવે રસ્તો ક્યાં ક્યાં સપાટ છે તે. દેખાય છે.” ગુરુ ચૂક્યા પૂછે છે, - “કયા જ્ઞાનથી ?: અવધિજ્ઞાનથી?”