________________ 172 શિષ્ય કહે છે, “ના; કેવળજ્ઞાનથી.” ગુરુને પ્રશસ્ત પસ્તાવે: આ સાંભળીને ગુરુ ક્યાં ઊભા રહે? સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભેથી ઝટ નીચે કૂદ્યા, ભારે પસ્તાવો કરતાં હાથ - જોડી ક્ષમા માગે છે, કહે છે, “ભગવન્! ભગવદ્ ! આ મેં શું કર્યું? ક્ષમા કરે, ક્ષમા કરો.” એટલામાં તો અજવાળા નીકળ્યા, અને જુએ છે તો “શિષ્યનું માથું લેહીએ રંગાચેલું છે, એટલે તે પશ્ચાત્તાપ ભારે વધી ગયે, હૃદય ભારે - ગદ્ગદ્ થઈ ગયું. આંખમાં લેહીનાં આંસુ સાથે બોલે છે, - “અરરર! એક તો નૂતન મુનિ, લોચ કરેલું માથું ને એના પર આટલા વરસના સંયમી મેં પાપીએ કસાઈની -જેમ ઠંડા ઠોક્યા? કેવળજ્ઞાનીના ખભે બેસીને ચાલ્ય? એ પ્રભુ ! પ્રભુ ! મારી કઈ ગતિ થશે? કેટલે બધે હું નીચ પાપાત્મા?.....” ગુરુને ય કેવળજ્ઞાન:બસ, અહીં કેવળજ્ઞાની શિષ્ય જુએ છે કે, “આ પશ્ચાત્તાપ અને આત્મનિંદાના શુભ અધ્યવસાયની ધારામાં આગળ વધી રહ્યા છે એટલે હાલ એમને કશું આશ્વાસન આપવાની કે કશે વિવેક બતાવવાની કે સારુ લગાડવાની - જરૂર નથી કે “તમે ય શું કરો ? આ વૃદ્ધ ઉંમરે આખા - શરીરને આંચકા લાગે એટલે શું થાય? ના, એમ વિવેક બતાવવા જાય, આશ્વાસન આપવા જાય, તો ગુરુનો પશ્ચારાપ મેળો પડી જાય, શુભ અધ્યવસાયની ધારા વધતી - ચાલી છે તે અટકી જાય, તે કેવળજ્ઞાને ન પહોંચે.