________________ 170 છે. પરંતુ આટલેથી ય પતતું નથી, અંધારી રાત છે. એટલે પિતાને રસ્તાના ઊંચા નીચા ભાગ દેખાતા નથી, તેથી સપાટ જમીન માનીને નીચી ખાડા જેવી જમીન પર પગલું મૂકવા જતા આગળ આંચકો લાગે છે, તેમજ ઊંચી સહેજ ટેકરા જેવી ભૂમિ પર પગ પડતાં પાછળ આંચકે લાગે છે. એમાં ગુરુ શિષ્યના ખભે બેઠા હોવાથી ગુરુને ય આંચકા લાગે છે. તેથી ગુરુ ગુસ્સે થઈ હાથમાને ડેડ શિષ્યના લેચ કરેલા માથા પર ઠોકે છે! ત્યાં શિષ્યને ભારે વાગવા સાથે લેહીની ધાર છૂટે છે, ઉપરથી ગુરુને ટોણે તૈયાર છે, --. પાપિયા! આ સુખે બેઠા હતા, ત્યાંથી આ હā–હથ્થામાં લાવી નાખ્યા? કયા ભવને વૈરી મળે? જેને ગધેડાની ચાલે ચાલવા શીખે છે ?" છતાં આ સંકલ્પ બળ અને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન વાળે નૂતન મુનિ નમ્રતાથી કહે છે, “મારા તારણહાર ગુરુદેવ! હું ભૂલ્ય, હવે બરાબર ચાલીશ, માથે પિતાને બધી બળતરા ગુરુએ ઊભી કરી છે, પણ તે વિસાતમાં નથી કેમકે એકજ લક્ષ છે-“ગુરુને શાતા આપી ગુરુની ઉપાસના કરવી છે.” “બરાબર ચાલીશ” કહ્યું તો ખરું, પણ અંધારે જંગલના ઊંચા નીચા રસ્તા પર શી રીતે બરાબર ચાલી શકે ? એટલે વળી ઊંચ-નીચું આવતાં વળી આંચકો લાગે છે. એટલે વળી ગુરુ વધારે ગુસ્સાથી શિષ્યના માથામાં ડંડે ઠોકી તડૂકે છે, “હાય ! મારી કમ્મર તોડી નાખી, ગધેડો! આ કે ચાલે છે? મારી નાખ, મારી નાખ મને.” એમ કહેતાં ગુસ્સો અપરંપાર છે. છે ને ઉપસર્ગ? કેમ?'