________________ 169 છે. આમ મેહમાયા મુકાત નહિ, તે આ રીતે ય મુકાઈ જાય છે ને? કાયાદિ બહારનું ભલું ને બહારની મેહમાયા તે અનંતીવાર કરી, પણ નથી કર્યું પોતાના અંદરવાળાનું ભલું; તે આ અંદરવાળા મારા પિતાના આત્માનું ભલું કરવાને માટે મળી ગયો ! આમાં મુખ્યપણે કારણ તારણબહાર ગુરુ છે, તો જીવનભર એમની ઉપાસના કરી લઉં. એમાં કઠણાઈએ આવે, ગુરુનો ઉગ્ર સ્વભાવ વેઠવાનું આવે, તે તેની ચિંતા નહિ કરવાની. બસ, ઘરે મોહાંધ અને દુર્ગતિમાં પટકનારી બૈરીની ઉપાસના કરતે બેસત, એ ઉપાસના તે મારણહાર ! એના કરતાં આ ગુરુ તો જ્ઞાની, સ્વયં મેહમુક્ત, ને આપણને સદ્ગતિમાં ચડાવનારા ! એમની તારણહાર ઉપાસના શી ખોટી ? ધન્ય ભાગ્ય મારાં કે તારણહાર ઉપાસના કરવા માટે સંયમી નિર્મોહી ગુરુ મળી ગયા ! બસ જીવનભર ગુરુની ઉપાસના કરીને ભવસાગર "તરી જાઉં.” –આ સમજ સાથે સંકલ્પ–બળ ઊભું કરી દીધું છે, ને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન સરજી દીધું છે. હવે અહીં જંગલમાં ગુરુનાં ટોણાં મળે છે, તેથી શું? ઉપાસના કરવા માટે તે ગુરુ કર્યા છે, તે ગમે તેવી કઠણાઈઓમાં પણ એમની ઉપાસના જ કર્યો જવાની, - જીવનનું સાધ્ય ગુરુ-ઉપાસના બનાવ્યું છે, તે એમાંથી ચલિત નહિ થવાનું, એમાં સ્થિતપ્રજ્ઞ જ બન્યા રહેવાનું.” આ નિર્ધાર છે એટલે ગુરુને ખભે ઊંચકી ચાલવાને મૂકે આવ્યો તે એને વિશિષ્ટ ઉપાસના સમજી અહોભાગ્ય માને