________________ આખું જગત યાવત્ પોતાની કાયાને ય છોડી પરમાત્મામાં એકતાન બની ગયા કે “વાહ પ્રભુ ! મારે તો તું જ એક આધાર, તું જ એક જીવન, તું જ મારે સર્વેસર્વા છે !" જે નાગકેતુ આવા સર્પદંશના વિષમ પ્રસંગમાં પણ વીતરાગ પ્રભુમાં ઊછળતા ભક્તિભાવથી એકતાન થઈ શકે, તે હું ચાલુ નાની તકલીફના પ્રસંગમાં તે કેમ પ્રભુ પાછળ ઘેલે ન થઈ શકું ? આમ ઉત્તમના આલંબને સંકલ્પબળથી પ્રભુભક્તિ વિકસે. એમ સુલસ શ્રાવિકાનું શ્રદ્ધાબળ નજર સામે રાખતાં મનમાં લેવાય કે ધન્ય સુલતા! શું તમારો પ્રભુ પર ભક્તિરાગ કે અંબડ વિદ્યાધર પરિવ્રાજકે જાણે સાક્ષાત્ જીવંત બ્રહ્મા-- શંકર-વિષ્ણુ આકાશમાંથી ઊતાર્યા, આખું નગર જેવા ઊલટું, પરંતુ સુલસા ! તમને લેશ પણ આતુરતા ન થઈ કે “લાવ, હું સહેજ જોઉં તો ખરી કે કેવાક છે એ?” બીજી બાઈએ તાણવા આવે છે, “ઊઠ ઊઠ, બાઈ સુલસાડ ઊઠ, તું બ્રહ્મા - ભગવાન શંકર - ભગવાનને જોવા તે ન આવી પણ હવે તે આ વિષ્ણુ - ભગવાન લક્ષ્મીદેવી સાથે સાક્ષાત્ આવ્યા છે, તો તે તો ચાલ જેવા ? પરંતુ સુલસાનો એકજ જવાબ છે; “મારે મારા મહાવીર ભગવાનનું એટલું બધું જોવાનું છે, કે એ જેવામાંથી ઊંચી આવું તો મારે બીજાને જોવાની ફુરસદ હોય ને? અને બાઈ! જે ને, મહાવીર ભગવાનમાં જે છે એમાંનું બીજા દેવામાં અંશય નથી.”