________________ 165 (6) માર્થાનુસારીના 35 ગુણોના (7) ધર્મ—ગ્યતાના 21 ગુણોના, (8) ભાવ શ્રાવકના–ક્રિયાગત–ભાવગત ગુણેના (9) ચારિત્રની યેગ્યતાના 16 ગુણેના વગેરે વગેરેના કેટલાય સવિચારો ચલાવી શકાય. એમ. (10) એકેક સ્તવન-સ્તોત્ર-સઝાયના કડી કડીના સંકલનાબદ્ધ ભાવોના વિચાર કરી શકાય. નાગકેતુનું ભક્તિબળ :- પહેલું શ્રદ્ધાબળ, સંકલ્પબળ અને ભક્તિરાગ ઊભા કરવાની જરૂર છે. એ માટે નાગકેતુ, સુલસા શ્રાવિકા, ગૌતમ મહારાજા, ચંદ્રાચાર્યને શિષ્ય, ફમી જેમના પર મોહિત થઈ એ રાજકુમાર,.... વગેરે આલંબન લેવાય, તે સંકલ્પબળ-શ્રદ્ધાભક્તિબળ ઊભા કરી શકાય છે. જુઓ, નાગકેતુને પ્રભુની પુષ્પ પૂજા કરતાં કરંડિયામાંને સર્પ કરડ્યો છે, ત્યાં નાગકેતુનું ભક્તિબળ કેવું કે, મને પોતાની કાયામાં ન લઈ જતાં વીતરાગ પરમાત્મામાં જ રાખ્યું; તે એટલું બધું કે સર્પદંશ પહેલાં જે ભક્તિરાગ હતો તેના કરતાં સર્પદંશ પછી પ્રભુ પરમ ભક્તિરાગ વધી ગયે! વીતરાગતામાં વધુ એકતાન બન્યા! પ્રભુની વીતરાગતામાં લીન થયા, તે એ વીતરાગતાનું પિતાના આત્મામાં પ્રતિબિંબ ઝીલ્યું ! એમાં એકાગ્ર બનતાં શુક્લધ્યાન, અને ક્ષપકશ્રેણિ લાગી, વીતરાગ સર્વજ્ઞ બની ગયા ! | ત્યારે આપણે એમનું આલંબન લઈ એમને આ પ્રસંગ વિચારીને ચિંતવીએ કે “કેવી એમની ભક્તિ !