________________ 164 માણસને કોઈ તપ કરવાનો આવે, કઈ ત્યાગનું વ્રતા કે શીલનો નિયમ કરવાને આવે, ત્યારે “આ કેમ થશે ?" એ કાયરતાભર્યો વિચાર આવે છે. પરંતુ ત્યાં જે સંકલ્પબળ ઊભું કરે, ને વિચારે કે “આમાં છે શું? કેમ ન કરી. શકું? મારે આત્મા અનંત શક્તિને માલિક છે. જરૂર કરી શકીશ.” આ સંકલ્પ કરે, તે કરવાનું કાંઈ કઠિન નથી. આજે માણસ ફરિયાદ કરે છે, “મને કેમ બેટા વિચાર બહુ આવે છે?” પણ એ મિટાવવાને ઉપાય પણ આ જ છે કે, સંકલ્પબળ ઊભું કરી નિર્ધાર કરાય કે, “મારે હવેથી. આવા આવા સદુવિચારે કરતા રહેવું છે, સતત ચાલુ રાખવા છે; ભલે કઈ કામમાં પડું તો ય અંદરખાને આ વિચારે ચાલુ રાખવા જ છે, અને એ પ્રમાણે પ્રયત્ન ચાલુ કરી દે, તો એ સંકલ્પ–બળથી સદ્દવિચારે મનમાં ચાલુ થવાના, ને ચાલુ રહેવાના. અલબત્ એની વચમાં કુ–અભ્યાસથી બીજા ત્રીજા રદ્દી વિચાર આવી જવા સંભવ છે, પરંતુ એનું પ્રમાણ પૂ કરતાં ઓછું થઈ જવાનું. કેમકે સંકલ્પબળ પૂર્વક સદ્દવિચારે સારા ચાલુ રાખ્યા છે. સદ્દવિચારે શાના કરવા? (1) ભિન્ન ભિન્ન મહાન સતા–સતી આત્માના જીવન પ્રસંગેના; (2) જીવ, અજીવ, કર્મ,.... વગેરેના ભેદ-પ્રભેદના (3) સમકિતના 67 વ્યવહારના (4) અરિહંત પ્રભુના 34 અતિશયોના (5) 14 ગુણસ્થાનકે બંધ-ઉદયના; એમ,