________________ જ્ઞાનાચારાદિ દરેકમાં વીચાર વર્ષે - " વિચારને ખપ કરે. જ્ઞાનાચાર–દશનાચાર-ચારિ. ત્રાચાર ને તપાચાર,- આ ચારે ય આચરવાના ખરા, પરંતુ વિર્યાચારને આચરવાનું સાથે રાખીને આ ચાર આચરવાના, એટલે સંક૯પ બળ, જેમ, ઉત્સાહ... વગેરેની સાથે જ્ઞાનાચારાદિ દરેક આચાર આચરવાના. તો જ એ જ્ઞાનાચારાદિ દરેક ભલીવારવાળા અને વિકાસવાળા આચરાતા જશે. એક “અરિહંત ચેઈયાણું' સૂત્રથી કાત્સર્ગ કરવાને કહ્યો તે પણ કેવી રીતે કરવાનો ? તો કે “વદ્રમાએ સદ્ધાએ વદ્રમાએ મેહાએ, વઢ઼માણીએ ધીઈએ.... અર્થાત્ વધતી જતી એવી શ્રદ્ધાથી, વધતી જતી મેધાથી, વધતી જતી વૃતિથી, વધતી જતી ધારણાથી, અને વધતી જતી અનુપ્રેક્ષાથી, કાર્યોત્સર્ગ કરવાને. આમાં “વધતી શ્રદ્ધા” એટલે વધતું સંકલ્પ અળ ને વધતું ચિત્ત–પ્રણિધાન લગાવવાનું કહ્યું. નાના એક નવકારના કાઉસ્સગ્નમાં પણ જે આ શ્રદ્ધા–સંકલ્પબળ-પ્રણિધાન વધતું રાખવાનું હોય, તો બીજી જ્ઞાનાદિ આચારની આરાધનામાં એ કેટલું બધું વધતું રાખવાનું હોય? વધતી શ્રદ્ધા, સંકલ્પ–બળ, અને ચિત્ત-પ્રણિધાન ચમત્કારિક કામ કરે છે. એ અહીં હાથીના પ્રસંગમાં જોવા મળે છે. એણે આદ્રકુમાર મહર્ષિ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ વિકસાવી ચિત્ત-પ્રણિધાન કર્યું, અર્થાત્ નિર્ણયાત્મક સંકલ્પ કર્યો, કે કેમ આ બંધનથી છૂટું, ને દોડી જઈને એ મહષિને વંદન કરું !" ત્યાં એના શરીરમાં જેમ પ્રગટવાથી લોખંડી સાંકળના પણ બંધન તડાફ કરતાંટી ગયા.