________________ ઉ– હા, સિદ્ધિ આડે મેટા અંતરાય નડતા હોય, તો તરત સિદ્ધિ ન થાય; એટલે જ મેટા અંતરાય દૂર કરવા વધુ આંબેલ કરવા પડે. સિદ્ધિ નથી થતી એટલે સમજી જ રાખવું પડે કે અંતરાય-કર્મ નડે છે, એ હકીકત છે, ને અંતરાય તપથી તૂટે, એમ જ્ઞાની કહે છે. પ્રભુની ધીરજ :- મહાવીર ભગવાને ચંદનબાળાવાળે અભિગ્રહ કરેલે, પછી છ મહિના સુધી રાજ ગોચરીએ જતા, પણ અભિગ્રહ અનુસાર ભિક્ષા નહતી મળતી, ત્યારે પ્રભુ આ જ સમજતા હતા કે " ભિક્ષા નથી મળતી એ સૂચવે છે કે અંતરાય નડે છે, ને તપ ચાલુ છે એટલે અંતરાય તૂટવાને ચાલુ જ છે.” પ્રભુને આ સમજ અને આ વિશ્વાસ હતો, તેથી છ છ મહિના સુધી ચોવિહારા ઉપવાસ ખેંચવાનું આવ્યું છતાં પ્રભુ પાછા પડ્યા નહિ ! બસ, શ્રીમતીની આ સ્થિતિ છે. આંબેલ પર આંબલ ચલાવે રાખે છે, ભલે સે થઈ ગયા, તો ય હજી આગળ વણથાકી અબેલ ચાલુ રાખે છે! દેવતા મુનિને માર્ગ ભુલાવે છે : અહીં શું બને છે? પૂર્વની ધર્મ–સાધનાના બળે બળવાન પુણ્ય ઊભું થયેલાને કેવો પ્રભાવ છે ! એ જુઓ. એમાં વળી અહીં પણ વણથાક્યા તપ કયે જવાનો પ્રભાવ કે ઉમેરાય છે ! એ પણ જોવા જેવું છે. પેલો દેવતા આને પુણ્યદયના બળથી ખેંચાઈ આવે છે. એ મહામુનિ આદ્રકુમારને વિહારમાં ભ્રમમાં નાખી રસ્તો ભૂલાવી દે છે, જેથી એ શ્રીમતીના નગરની નજીકમાં આવી પહોંચે છે ! ગોચરી સમયે ફરતાં ફરતાં શ્રીમતીના ઘર પાસે આવે છે, ત્યાં શ્રીમતી માનભેર બેલાવી ઘરની અંદર ગોચરી વેહેરા