________________ ગશાળક કહે છે, “તમે તે બીજાની નિંદા કરનારા છે. તમને અભિમાન છે કે “અમે જ સાચા શ્રમણ બાકી જુઓ ભેચ્છેદના લક્ષ્યવાળા બીજા ધર્મના સાધુ પણ સચિત્ત જળ બીજ વગેરેના ઉપભોગ કરનારા હોય છે, તેથી એય શું ગૃહસ્થ? એ બધા ખેટા અને અમે જ સાચા - આ તમારું વ્યર્થ અભિમાન છે. અભિમાનથી બીજાના નિંદક બને છે.” આમાર મહર્ષિ કહે - એમ આકળા–ઉતાવળા થવાની જરૂર નથી. જેમ બીજા ધર્મવાળા પિતાપિતાને મત બતાવે છે, એમ અમે - અમારે આ મત બતાવીએ છીએ કે, સચિત્ત જળ-બીજ વગેરેના ઉપભેગથી જીવહિંસા થાય, કર્મબંધ થાય. એથી તે સંસાર ષિાય, પણ સંસારને ઉછેદ ન થાય. " જ્યાં સુધી સૂક્ષ્મ પણ હિંસા ઊભી હોય ત્યાં સુધી ભવને ઉચ્છદ થાય જ નહિ, આમ, અમે અમારે સિદ્ધાન્ત દેખાડીએ, એમાં વ્યર્થ અભિમાન ક્યાં આવ્યું? કે બીજાની નિંદા ક્યાં આવી ? બાકી તે તે ધર્મવાળા બીજા તીર્થિક, બીજા દર્શનવાળી, પોતપોતાનાં સિદ્ધાન્તના ગુણો અને એના પાલનથી સ્વર્ગ–મેક્ષ ફળ દેખાડે ને સાથે કહે કે આ જ સિદ્ધાન્તના પાલનથી સ્વર્ગ–મેક્ષની પ્રાપ્તિ થાય, બીજાનાં સિદ્ધાન્તથી નહિ, તો શું એ બધાને અભિમાની અને નિંદક કહેશે? એમ તો તમે પણ તમારા સિદ્ધાન્ત રજુ