________________ [34] હસ્તિતાપસ સાથે ચર્ચા - હસ્તિતાપસ કહે છે:- - “હે આદ્રકુમાર ! તમે કયાં ચાલ્યા ? પહેલાં તમે અમારો સિદ્ધાન્ત સાંભળે, અને પછી એના પર વિચાર કરે. પછી આગળ પગલું માંડવું ઠીક લાગે તે માંડે. “બુદ્ધિમાન માણસે પહેલાં તે લાઘવગૌરવને વિચાર કરવો જોઈએ કે, કેવા જીવનમાં લઘુ યાને બહુ ઓછા દોષ લાગે છે, ને કેવા જીવનમાં મોટા દોષ લાગે છે. એ વિવેક કરીને પછી બહુ ઓછા દેષવાળું જીવન અપનાવવું જોઈએ. ત્યારે તમે જુઓ કે “જે તાપસ કંદ-મૂળ–ફળના આહારી છે, તે ઘણા છે અને એ કંદાદિના આશ્રયે રહેલા અનેક જીવને સંહાર કરે છે. વળી જે એવા કંદ-મૂળ-ફળાહારી તો નથી, પરંતુ ભિક્ષા માટે લોકેના ઘરમાં આશંસા દેષથી દૂષિત બની આમ ને તેમ ફરે છે,– એ રસ્તામાં ચાલતા કીડી વગેરે કેટલાય મુદ્ર જંતુઓને નાશ કરે છે. ત્યારે અમે તો વર્ષે છ મહિને એક જ વાર એકજ મહાકાય હસ્તિને બાણથી મારી, એના માંસથી આખું વરસ કે છ મહિના જીવર નભાવીએ છીએ; ને એમ નિર્વાહ કરીને જગતના બાકીના નાના મોટા સમસ્ત જી પર દયાવાળા બની રહી, એ બધાની અહિંસાને મહાન ધર્મ પાળીએ છીએ. આમ અમારે એકજ જીવની હિંસાને બહુ અલ્પ દોષ, અને ઘણું જેની રક્ષાને મહાન ધર્મ, મહાન ગુણ છે.”