________________ (3) ભિક્ષા પણ તેવી જ લેવાની કે જેમાં ૪ર દોષ પૈકી એક પણ દોષ ન લાગ્યું હોય એટલે એમાં સાધુ નિમિત્તે સ્થાવર જીવને પણ હલાવવા ચલાવવા કે સ્પર્શવા સરખી ચ સીધી યા આડકતરી હિંસા ન થઈ હોય, એવી અને એ રીતે ભિક્ષા ખપે છે. એટલે સાધુ માટે જે ભગતે સ્વેચ્છાએ ભક્તિવશ બનાવ્યું હોય, તો તે ય લેવું કલ્પતું નથી, કેમકે એવી ભિક્ષા લેવામાં, સાધુ નિમિત્તે કરેલા અપકાય–અગ્નિકાયાદિના આરંભ–સમારંભમાં થયેલી જીવહિંસામાં સાધુને અનુમતિને દોષ લાગે છે! આ પાણી–અગ્નિ આદિના સૂફમ જીવોની હિંસા ગૃહસ્થ કરે તો પણ સાધુ નિમિત્તે કરેલી હિઈ, એની બનેલી વસ્તુ નહિ લેવાને સાધુધર્મ કયાં ? અને જ્યાં તમારે જાતે જ મહાકાય પંચેન્દ્રિય હાથીને કરપણે વાત કરવાને ધર્મ? સાધુની આ કર દોષ ટાળવાની એષણ-સમિતિ છે. (4-5) એમ વસ્તુ લેવા મૂકવામાં કે મળમૂત્રાદિ ભૂમિ પર ત્યાગ કરવામાં પણ જીવ ન મરે એ સાવધાની એટલે કે નિક્ષેપણા–સમિતિ અને પારિષ્ઠાપનિકા–સમિતિ જૈન સાધુ પાળે છે. એ પાળનારા સાધુને ધર્મ ક્યાં? અને કયાં આ -જીવરક્ષા કશી જોવાની નહિ, એ તમારે અજ્ઞાનતા-મૂઢતાભયે ધર્મ? એટલું જ નહિ, પણ એથી આગળ જુઓ, કે જૈન સાધુ લાભાલાભમાં સમવૃત્તિ હોય છે, અર્થાત્ સાધુ ભિક્ષાર્થે ગોચરી જાય, ત્યાં જે કર દોષરહિત ભિક્ષા ન મળે. તો પણ આકુળ વ્યાકુળ થતા નથી. એ તે વિચારે છે કે “લાભે સંસવૃદ્ધિ અલાભ તપવૃદ્ધિઃ અર્થાત્ જે શિક્ષાને લાભ