________________ 160 થાય તો શરીરને આધાર મળવાથી એ શરીર વિશેષ સંયમનું પાલન કરવાથી સંયમની વૃદ્ધિ થશે. અને જે ભિક્ષાલાભ નથી થયો, તો તપની વૃદ્ધિ થશે. એટલે દોષિત કે નિર્દોષ ભિક્ષા મળવી જ જોઈએ એ આગ્રહ એવી આશંસા સાધુને હોતી નથી. ત્યારે તમારે તો મોટા હાથીને ઘાત કરવામાં બાર મહિનાની મોટી આશંસા ભરી પડી છે. વળી સાધુ ગોચરીએ જાય–કરે, તે ઈ-સમિતિ પાળતાં પાળતાં અને સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ કાળજી રાખતાં રાખતાં જાય–કરે છે; તેથી તમે જે આરોપ ચડાવ્યું કે અમારે તો એક જ હાથીથી બાર માસ ચાલે માટે બાર મહિના સુધી રેજ ને જ ભિક્ષાર્થે જવા કરવામાં કીડીઓ વગેરે મારવાની નહિ, ને સાધુને કીડીઓ વગેરેની હિંસા થાય.”– એ આરોપ પણ ખોટો છે. સાધુ તે ઈર્યાસમિતિ પાળનારા, તેથી એમને કીડી વગેરે તે શું, પણ કાચા પાણીના એક ટીંપાના ય સૂક્ષ્મ જીવ ન મરે એ સાવધાની રાખવાની હોય છે. તેથી બાર માસ રેજ ને રોજ ભિક્ષાર્થે જાય, તો ય એમને સૂક્ષ્મ જીવની ય હિંસા. કરવાનું બનતું નથી... માંસભોજનમાં અસંખ્યની હિંસા - ઊલટું તમે ભલે રેજ ને રેજ ભિક્ષાએ નથી જતા, એટલે જવા આવવામાં થતી હિંસા નથી વહારતા. પરંતુ તમે રેજ ને રોજ એ હાથીનું માંસ પકાવવામાં અગ્નિ પાણી વગેરેના અસંખ્ય સ્થાવર જીવ, અને તદાશિત ઝીણું