________________ બીજે કહે - “એચ? વધારે બોલવું રહેવા દે, સોનાની ઢાલને ચાંદીની કહેવાય? તું ચાંદીની કહેનારે તું જ જઠો છે.” બંને લડવા પર આવી ગયા, ત્યારે સામેથી આવનાર એક ભાઈએ બંનેને ઘડેથી નીચે ઉતરાવ્યા, અને કહ્યું “તમે બંને એકવાર સામસામી દિશામાં જાઓ, અને પછી જુઓ કે ઢાલ કેવી છે? ચાંદીની? કે સેનાની?” બંને સામસામાની જગાએ ગોઠવાઈ ગયા, અને જુએ છે, ત્યારે પિતાની ભૂલ સમજી ગયા. બેલો, અહીં બંને બાજુને જેનારે પેલા એકેક બાજુ જોનારાને કહ્યું હોય કે, તમે ભૂલે છે. ઢોલ એકલી ચાંદીની નથી, કે એકલી સોનાની નથી, તો શું એમ કહેવામાં એણે મિથ્યાભિમાન પામ્યું ? શું એકેકની ઈર્ષ્યા કે નિંદા કરી ? ના, એણે તે બંનેને ન્યાય આપ્યું, અને જ્ઞાન અધુરું હતું તે પૂરું કરાવ્યું. જૈનધર્મ ઈતરદશનને ન્યાય આપે છે : બસ, આ જ રીતે ઈતર દર્શનવાળા આત્માને કઈ નિત્ય જ માને છે! તો કઈ અનિત્ય જ માને છે! પછી નિત્ય જ માનનારો અનિત્ય માનનારની નિંદા કરે છે, અને અનિત્ય જમાનને નિત્ય માનનારની નિંદા કરે છે, ને એમાં મિથ્યાભિમાન પણું પિષે છે. ત્યારે અનેકાંતવાદી મહાવીર ભગવાન આત્માને અપેક્ષા–ભેદથી કથંચિત્ નિત્ય-અનિત્ય કહી એકાન્તવાદીઓને ન્યાય આપવા સાથે, એમના અધુરા જ્ઞાનમાં પૂતિ કરે છે, ત્યાં મિથ્યાભિમાન કે એકાંતવાદીએની નિંદા હલકાઈ કરવાનું ક્યાં આવ્યું ?