________________ ક્યાં ભગવાન ? ને ક્યાં વેપારી વાણિય? "(1) ભગવાન તો લેશમાત્ર કુમતિ યાને અસત્ બુદ્ધિ ધરાવતા નથી, ત્યારે વણિક તે અસત્ બુદ્ધિના ભરેલા હોય છે. વળી પ્રભુ અસત્ બુદ્ધિથી જનિત, ને જીવને દુઃખકારી, એવી કશી પ્રવૃત્તિ કરતા નથી. બલકે સર્વ જીવોના રક્ષક છે, પરિત્રાણશીલ” યાને સર્વના રક્ષણના જ સ્વભાવવાલા છે; ત્યારે વણિક તે ષકાય જીવોની ઘાતક પ્રવૃત્તિમાં રહેલો છે. એ કેટલાય જીવને દુઃખસંતાપનું કારણ બનનારે હોય છે. (2) વળી, પ્રભુ કુમતિનો સર્વેસર્વા ત્યાગ કરીને મેક્ષગમનની તૈયારીમાં છે. ત્યારે વણિક તે કેટલાય પ્રકારની કુમતિને આચરનારે હોય છે. એની સાથે ભગવાનની સર્વાશે તુલના યાને સમાનતા કદીય હોઈ શકે ? ભગવાન તે સર્વ પ્રકારના જીવહિંસક આરંભસમારંભને ત્યાગી છે, ત્યારે વેપારી વાણિયે તો જીના વિનાશની ક્રિયાઓમાં પ્રવર્તનારે હોય છે, દા.ત. કય-વિકય માટે ગાડાં-ઊંટ–વાહને ફેરવવા...વગેરે હિંસામય આરંભસમારંભો કરે છે; ઢેર ઢાંખર ધન ધાન્યાદિ પરિગ્રહ રાખી એના પર મમત્વ કરે છે; પરદેશ વેપાર અર્થે જાય છે તે પણ અહીંના સગા-સંબંધીઓને સંબંધ ઊભો રાખીને જાય છે. ત્યારે, ભગવાન તે એક નયા પૈસાને પરિગ્રહ રાખતા નથી. તેમજ જે સ્વ–પરના ઉપકારની પ્રવૃત્તિ કરવા ઘરેથી નીકળી દેશદેશ ફરે છે, તે પૂર્વના સર્વ સગાસંબંધીઓને સંબંધ હંમેશ માટે તેડીને નીકળે છે. હવે